ખબર

TV ની આ ફેમસ અભિનેત્રી રોજ રાત્રે ગુજરાત આવે છે ભણવા માટે, સવારે પછી મુંબઈ….જાણો રસપ્રદ

સિરિયલ રાધાકૃષ્ણથી લોકોમાં પ્રખ્યાત થયેલી રાધાનું પાત્ર ભજવતી અભિનેત્રી મલ્લિકા સિંહનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું છે કારણ કે તે રોજ મુંબઈ અને ગુજરાત વચ્ચે સફર કરે છે. મલ્લિકા ઉર્ફે રાધા આ સિરિયલની સાથે સાથે પોતાનો અભ્યાસ પણ કરે છે.

સિરિયલ રાધા કૃષ્ણમાં રાધાનું પાત્ર ભજવી રહેલી મલ્લિકાની કોલેજ મુંબઈમાં આવેલી છે અને સિરિયલનું શૂટિંગ ગુજરાતના ઉમરગામમાં થઇ રહ્યું છે. તેથી રોજ કોલેજમાં હાજરી આપવા માટે તે ઉમરગામથી મુંબઈ જાય છે અને શૂટિંગ કરવા માટે ફરીથી કોલેજ પૂરી કરીને ઉમરગામ આવે છે.

મલ્લિકા સિંહ મૂળે જમ્મુથી છે, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી મલ્લિકા પરિવાર સાથે મુંબઈ આવીને વસી ગઈ છે. મલ્લિકા સિંહે પોતાનો શાળાનો અભ્યાસ સેવન સ્કવેર એકેડમી સ્કૂલથી કર્યો છે.

મલ્લિકાનાં જણાવ્યા મુજબ, તેને ક્યારેય પણ અભિનયમાં રસ ન હતો. પરંતુ તેના મમ્મીએ તેને રાધાના રોલ માટે ઓડિશન આપવા માટે આગ્રહ કર્યો હતો. જયારે મલ્લિકા દસમા ધોરણમાં હતી ત્યારે તેને રાધાના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું.

ઓડિશન આપ્યાના અઢી વર્ષ પછી, રાધા કૃષ્ણના પ્રોડ્યુસર સિદ્ધાર્થ કુમારે તેને કહ્યું હતું કે તે સિલેક્ટ થઇ ગઈ છે. તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને રાધાનો રોલ તેના માસુમ વ્યક્તિત્વને કારણે મળ્યો છે.

મલ્લિકાની મમ્મી રૂબી સિંહ કોરિયોગ્રાફર અને ક્લાસિકલ ડાન્સ ટીચર છે. મલ્લિકા પણ એક પ્રશિક્ષિત નૃત્યાંગના છે અને તેણે તેની માતા પાસેથી નૃત્ય કુશળતા પ્રાપ્ત કરી છે. તે કહે છે કે તે શૂટિંગમાં વ્યસ્ત હોય તો પણ તે અભ્યાસ કરવાનું છોડતી નથી.

મલ્લિકા સિંહે ‘રાધા’ ની ભૂમિકા માટે તેના અવાજ શાર્પ કરવા માટે વર્કશોપ પણ કર્યો હતો. તેને રાધાકૃષ્ણ સિરિયલ માટે હાર્મોનિયમ પણ શીખ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks