‘કૃષ્ણ’ સાથે રાસ રચાવાવાળી રાધા ઉર્ફે મલ્લિકા સિંહ રિયલ લાઇફમાં છે ખૂબ જ બોલ્ડ, બિંદાસ અંદાજ જોઇ ચાહકો પણ નથી કરી શકતા પોતાની આંખો પર વિશ્વાસ

રાધા રાની ઉર્ફે મલ્લિકા સિંહએ પોસ્ટ કરી દીધી એટલી બોલ્ડ તસવીર કે લોકોએ સંભળાવી ખરી-ખોટી

પ્રખ્યાત સિરિયલ રાધા કૃષ્ણ વિશે કોણ નહીં જાણતું હશે. આ સિરિયલને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ સીરિયલમાં રાધા કૃષ્ણનો રોલ પ્લે કરનાર એક્ટર્સને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. અભિનેત્રી મલ્લિકા સિંહે સીરિયલમાં રાધાનો રોલ પ્લે કર્યો હતો. મલ્લિકા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ગોર્જિયસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

ત્યારે જો ટીવીમાં ભગવાનનું પાત્ર ભજવતા કલાકારોની તસવીરો વેસ્ટર્ન લૂકમાં આવે તો તે વાયરલ થતા વાર નથી લાગતી અને સીરિયલ ‘રાધાકૃષ્ણ’માં રાધાનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલી મલ્લિકા સિંહ સાથે આવું જ કંઇક થયુ. મલ્લિકા સિંહે સ્ટાર ભારતના પૌરાણિક શો ‘રાધાકૃષ્ણ’થી નામ-ખ્યાતિ મેળવી હતી. લગભગ દરેક ઘરમાં તેની માસૂમિયતાએ લોકોના દિલ જીતી લીધા હતા. મલ્લિકા સિંહે ‘જય કન્હૈયા લાલ કી’માં દેવી લક્ષ્મીનું પાત્ર ભજવીને દર્શકોમાં પોતાની ઓળખ બનાવી હતી.

મલ્લિકા સિંહે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ગલી બોયમાં પણ રોલ પ્લે કર્યો હતો અને તેણે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મલ્લિકા સિંહે વેબ સિરીઝ Escaype Liveમાં પણ કામ કર્યું છે. આમાં તેની સાથે સુમેધ મુદગલકર પણ જોવા મળ્યો હતો. ત્યારે મલ્લિકા સિંહની બોલ્ડ તસવીરો જોઇ કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. મલ્લિકા સિંહ રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર છે પણ તેનો બોલ્ડ અવતાર ભાગ્યે જ કોઈએ જોયો હશે.

મલ્લિકા સિંહેએ ગતરોજ એક પોસ્ટ કરી હતી જેમાં તે શોર્ટ્સ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી. આ સાથે તેણે જે ટોપ પહેર્યું હતું, તેની ચેન સામેથી ખુલ્લી જોવા મળી રહી હતી. આ તસવીર પર લોકો ખૂબ ગુસ્સે થયા અને મલ્લિકાને ટ્રોલ કરી દીધી. જો કે આ તસવીરમાં મલ્લિકા સિંહ ખૂબ જ હોટ લાગી રહી છે. યુઝર્સ તેના વિશે ઘણી અલગ અલગ રીતે વાત કરતા જોવા મળે છે. એકે લખ્યું છે, ‘રાધા માતાજીનો રોલ ભજવ્યા પછી પણ તમને થોડી સમજણ નથી આવી?’

આ સિવાય એકે લખ્યું કે, ‘પ્રિય રાધાજી, મહેરબાની કરીને આવા કપડાં ન પહેરો.’ જોકે એવા ઘણા લોકો છે જે તેના વખાણ કરી રહ્યા છે. એ કે લખ્યું છે કે, “આજે તમે આ ડ્રેસમાં આરસની પ્રતિમા જેવા દેખાઈ રહ્યા છે. આજે તું આ દીવાલમાં સુંદર પ્રતિમાની જેમ ઉભી છે, કાશ મારું ભાગ્ય ખુલી ગયું હોત જો હું આ દિવાલમાં હોત તો મારું જીવન ધન્ય થઇ જતુ. તમને આટલી નજીક જોઈને!! મલ્લિકા સિંહ અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરે છે.

જો કે, તેણે ટીવી પર માતા રાધાની ભૂમિકા ભજવી હોવાને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડે છે. જો કે, ચાહકો તેને ભરપૂર પ્રેમ આપે છે. ઉલ્લેખનીય છે કે, સુમેધ મુદગલકર અને મલ્લિકા સિંહ સ્ટારર ‘રાધાકૃષ્ણ’ સીરિયલ સૌથી પ્રિય પૌરાણિક શો બન્યો હતો. આ શો ચાર વર્ષના સફળ રન પછી સમાપ્ત થયો હતો. જણાવી દઇએ કે, કૃષ્ણની ભૂમિકા ભજવનાર સુમેધ મુદગલકર અને રાધાની ભૂમિકા ભજવનાર મલ્લિકા સિંહને ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો.

પણ જ્યારથી બંનેએ પૌરાણિક શો રાધાકૃષ્ણમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેમની કેમેસ્ટ્રીને લઈને વિવિધ અફવાઓ ફેલાઈ. બંને રિલેશનશિપમાં હોવાનું પણ માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે પણ તેમને પૂછવામાં આવ્યુ ત્યારે બંને આ અંગે ચૂપ રહેતા હતા. સીરિયલ ‘રાધાકૃષ્ણ’ની વાત કરીએ તો, તે 1 ઓક્ટોબર 2018થી લઇને 21 જાન્યુઆરી 2023ના રોજ સ્ટાર ભારત પર પ્રસારિત થઇ હતી.

Shah Jina