મર્ડર ફિલ્મમાં ચોંટી ચોંટીને KISS વાળા ગંદા દ્રશ્યો આપનાર હિરોઈન અમેરિકામાં તેના આલીશાન બંગલામાં આવી રીતે ચીલ કરતી જોવા મળી, જુઓ આલીશાન વિલાની તસવીરો
બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હવે ફિલ્મોમાં પહેલાની જેમ એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર આજે પણ તેનો સિક્કો ઘણો ચાલે છે. અભિનેત્રીએ આ વચ્ચે લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. મલ્લિકા શેરાવતે તેના યુએસ વાળા ઘરની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.
અભિનેત્રી હાલ આ દિવસોમાં લોસ એંજિલિસમાં છે. ત્યાંથી તે સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. મલ્લિકા શેરાવતે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ડોગ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેની આ પોસ્ટમાં મલ્લિકાએ ઘણા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં તે તેના ડોગી સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં તેના આલીશાન વિલાની ઝલક પણ જોવા મળે છે. તેનો વિલા ખૂબ જ શાનદાર છે. આ વીડિયોમાં તેણે મલ્ટીકલરનું ગાઉન પહેર્યુ છે. જેમાં તે ઘણી એટ્રેક્ટિવ લાગી રહી છે. મલ્લિકા તેના સફેદ કલરના ડોગ સાથે ટીજ કરતી જોવા મળી રહી છે.
હાલમાં જ તેણે તેના શાનદાર વિલાની ઝલક બતાવી હતી. તેમાં તેમનુ ગાર્ડન અને પુલ દેખાઇ રહ્યો હતો. મલ્લિકાએ વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના ડોગ સાથે રમતી જોવા મળી રહી છે અને પુલ કિનારે ચિલ કરતી પણ નજર આવી રહી છે.
મલ્લિકા વર્ષ 2004માં આવેલી ફિલ્મ “મર્ડર”માં કિસિંગ સીન આપી રાતો રાત ચર્ચામાં આવી ગઇ હતી. મલ્લિકાને બોલિવુડમાં બોલ્ડ સીન માટે ઓળખવામાં આવે છે. મર્ડર પહેલા “ખ્વાહિશ” ફિલ્મમાં પણ તેના કિસિંગ સીનની ઘણી ચર્ચા થઇ હતી. તે ઉપરાંત તે કેટલીક બીજી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
તમને જણાવી દઇએ કે, મલ્લિકા છેલ્લા 2.5 મહિનાથી લોસ એંજિલિસમાં રહી રહી છે. તે તેના ઘરના આઉટડોર એરિયાની તસવીરો શેર કરતી રહે છે. વર્ષ 2013માં મલ્લિકાએ લોસ એંજિલિસમાં મૂવ કરવાને લઇને વાતચીત કરી હતી.
View this post on Instagram