બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે અને હવે તેને પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું છે. લાંબા સમય બાદ તે હવે એક હોરર કોમેડી વેબસીરીઝ ‘બૂ સબકી ફટેગી’માં નજરે આવી રહી છે. હાલમાં તે પોતાની આ સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે આ પ્રમોશન દરમ્યાન તેને પોતાના લગ્નની અફવાઓ પર મોટા ખુલાસાઓ કર્યા છે અને લગ્નની વાતને એકદમ ખોટી જણાવી છે.
મલ્લિકાએ જણાવ્યું, ‘હું પરિણીત નથી. હું એકદમ સિંગલ છું. જયારે ફેક ખાનારો વિશે વાત કરવામાં આવે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. કારણ કે મને આનો અનુભવ છે. હું ફેક ન્યુઝનો શિકાર થઇ છું. એ સમયે પણ મેં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં મેં જણાવ્યું હતું કે હું આઠ મહિનાથી પેરિસ નથી ગઈ. મેં મારો પાસપોર્ટ પણ બતાવ્યો હતો કે જે આ સાબિત કરતો હતો કે હું પેરિસમાં ન હતી. મને ટાર્ગેટ કેમ કરવામાં આવી? કારણ કે હું એક ફ્રેન્ચ છોકરાને ડેટ રહી હતી? આ ઠીક નથી.”
જણાવી દઈએ કે એવી ખબરો હતી કે મલ્લિકાએ પોતાના બોયફ્રેન્ડ સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા છે. 2017માં એવી ખબરો પણ આવી હતી કે મલ્લિકા શેરાવતને પેરિસ સ્થિત મકાન ખાલી કરવાનો આદેશ મળ્યો હતો. ફ્રેન્ચ કોર્ટે સમયસર ભાડું ન ભરી શકવાના કારણે કાર્યવાહી કરી હતી. અભિનેત્રી પોતાના બોયફ્રેન્ડ સાથે પેરિસમાં એક એપાર્ટમેન્ટમાં રહેલી હતી.
એક ઇન્ટરવ્યૂમાં મલ્લિકાએ જણાવ્યું કે ‘મેં ઘણી ફિલ્મો ગુમાવી છે કારણ કે લોકો વિચારતા હતા કે હું ખૂબ જ સલાહ આપું છું. મેં ઘણા હીરોને કહેતા સાંભળ્યા છે કે એને કાસ્ટ ન કરતા એ ખૂબ જ બોલે છે. તેઓ તેના બદલે પોતાની ગર્લફ્રેન્ડને ફિલ્મમાં લેવાનું પસંદ કરતા હતા. હું કહી શકું છું કે મેં આ જ રીતે 20-30 ફિલ્મો ગુમાવી છે.’ વધુમાં તેને કહ્યું, ‘સારા રોલ મારી પાસે આસાનીથી નથી આવતા, હું સારી ફિલ્મો કરવા માંગુ છું. પણ મને સારી ફિલ્મો મળતી નથી.’
View this post on Instagram
વેબસીરીઝ વિશે વાત કરીએ તો આમાં મલ્લિકા સાથે તુષાર કપૂર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, શેફાલી જરીવાલા, અને સંજય મિશ્રા સહીત ઘણા કલાકારો જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks