ફિલ્મ ‘મર્ડર’માં ગંદા ગંદા દ્રશ્યો ભજવનારી મલ્લિકા શેરાવતને પછતાવો થઇ રહ્યો છે? ખુલ્યું અંદરનું રાઝ

90 ના બાળકોની ફેવરિટ ફિલ્મ મર્ડરનું એક સિક્રેટ ખુલી ગયું, જાણો રસપ્રદ માહિતી

તેની બોલ્ડ અદા અને હોટ અંદાજ થી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવવા વાળી અભિનેત્રી હમણાં ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘ડર્ટી પોલિટિક્સ’ તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. ફિલ્મી કારકિર્દીમાં મલ્લિકા શેરાવતે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેને સંઘર્ષ ચાલુ રાખ્યો. આટલા બધા બોલ્ડ સીન અને જેકી ચેન જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કર્યા પછી પણ બોલિવૂડમાં પાછળ કેમ રહી ગઈ તેને લઈને મલ્લિકા શેરાવતે ખુલીને વાત કરી છે.

જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતને તેના ચાહકો ફિલ્મ ‘મર્ડર’માં તેના બોલ્ડ અભિનય માટે જાણે છે. તેમ જ મલ્લિકાનું કહેવું છે કે એ જ ફિલ્મના લીધે બોલિવૂડમાં તેની કારકિર્દીમાં ઘણું નુકસાન થયું હતું.

મલ્લિકાએ વર્ષ 2003માં મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ફિલ્મ ‘ખ્વાહિશ’માં ડેબ્યુ કર્યું હતુ. તેના આગળના વર્ષે 2004માં તેને અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યું.

મલ્લિકા શેરાવતની આ બંને ફિલ્મોને તેના બોલ્ડ સીન માટે ગણવામાં આવે છે. એટલું જ નહિ આ ફિલ્મોને લીધે તેને સિમ્બલની રીતે જોવામાં આવી. ઇન્ટરવ્યૂમાં તેને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિષે ખુલીને વાત કરી છે.

તેને કહ્યું, ‘જયારે મેં મર્ડર(2004)માં અભિનય કર્યો ત્યારે મારા દ્વારા શૂટ કરેલા સીન મારા માટે નૈતિક રીતે હત્યા કરાઈ હતી.’ ‘મર્ડર’ પછી મને એક ખરાબ મહિલાની રીતે જોવા લાગ્યા હતા. જે વસ્તુ મેં પહેલા કરી હતી એ આજે સામાન્ય થઇ ગઈ છે.

તે દરમ્યાન લોકોના વિચાર બદલ્યા અને આપણો સિનેમા પણ બદલાયો છે. આજે જયારે હું એ વિશે વિચારું છુ તો 50 અને 60ના વર્ષના સિનેમાને પાછળ છોડી શકાય નહિ. મલ્લિકાએ ફિલ્મમાં અદભુત ભૂમિકા કરી છે,

પણ આજે આપણે ફિલ્મોમાં એ સુંદરતાને યાદ કરીએ છીએ. મેં ઘણા સમય સુધી એક સારા અભિનય માટે રાહ જોઈ છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘મર્ડર’માં મલ્લિકા શેરાવતની જોડે મુખ્ય ભૂમિકામાં ઇમરાન હાશ્મી હતા.

ફિલ્મમાં બંને વચ્ચે થયેલા બોલ્ડ સીન ખુબ વાયરલ થયા હતા. તેના પછી મલ્લિકા શેરાવતે ઘણી બધી સારી ફિલ્મો કરી પણ બોલ્ડ સીનના લીધે ક્યારેય તે બહાર ના નીકળી શકી. મલ્લિકાએ ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટસ’, ‘આપ કા સુરૂર’, ‘વેલકમ’ અને ‘ડબલ ધમાલ’જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમજ જેકી ચેનની ફિલ્મ ‘ધ મિથ’, ‘પોલિટિક્સ ઓફ લવ ઔર ટાઈમ રેડર્સ’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરેલું છે.

બોલિવુડની દુનિયામાં બોલ્ડ અવતારથી તહલકો મચાવનાર અભિનેત્રી મલ્લિકા શેરાવત આ દિવસોમાં ખૂબ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર મલ્લિકા શેરાવતે ફરી એકવાર હોટ તસવીરોથી સનસની મચાવી દીધી છે. ફિલ્મોથી હાલ દૂર રહેનાર મલ્લિકા શેરાવત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

મલ્લિકા શેરાવતે હાલ સાડીમાં તસવીરો શેર કરી છે. સાડીમાં તેનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ગોલ્ડન બ્લાઉસ અને ગુલાબી સાડીમાં મલ્લિકા ખૂબ જ હોટ લાગી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે, મલ્લિકા તેના જૂના અવતારમાં ફરી જોવા મળી રહી છે.

મલ્લિકાએ “ખ્વાહિશ” “મર્ડર” “બચકે રહેના રે બાબા” “પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ” “વેલકમ” “ડબલ ધમાલ” “આપ કા સુરુર” જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે હોલિવુડ ફિલ્મો “હિસસ” અને “પોલિટિક્સ ઓફ લવ”માં પણ કામ કર્યુ છે.

મલ્લિકાએ જણાવ્યું, ‘હું પરિણીત નથી. હું એકદમ સિંગલ છું. જયારે ફેક ખબરો વિશે વાત કરવામાં આવે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. કારણ કે મને આનો અનુભવ છે. હું ફેક ન્યુઝનો શિકાર થઇ છું. એ સમયે પણ મેં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને

એમાં મેં જણાવ્યું હતું કે હું આઠ મહિનાથી પેરિસ નથી ગઈ. મેં મારો પાસપોર્ટ પણ બતાવ્યો હતો કે જે આ સાબિત કરતો હતો કે હું પેરિસમાં ન હતી. મને ટાર્ગેટ કેમ કરવામાં આવી? કારણ કે હું એક ફ્રેન્ચ છોકરાને ડેટ રહી હતી? આ ઠીક નથી.”

જણાવી દઈએ કે એવી ખબરો હતી કે મલ્લિકાએ પોતાના બોયફ્રેન્ડ સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા છે. 2017માં એવી ખબરો પણ આવી હતી કે મલ્લિકા શેરાવતને પેરિસ સ્થિત મકાન ખાલી કરવાનો આદેશ મળ્યો હતો. ફ્રેન્ચ કોર્ટે સમયસર ભાડું ન ભરી શકવાના કારણે કાર્યવાહી કરી હતી. અભિનેત્રી પોતાના બોયફ્રેન્ડ સાથે પેરિસમાં એક એપાર્ટમેન્ટમાં રહેલી હતી.

એક ઇન્ટરવ્યૂમાં મલ્લિકાએ જણાવ્યું કે ‘મેં ઘણી ફિલ્મો ગુમાવી છે કારણ કે લોકો વિચારતા હતા કે હું ખૂબ જ સલાહ આપું છું. મેં ઘણા હીરોને કહેતા સાંભળ્યા છે કે એને કાસ્ટ ન કરતા એ ખૂબ જ બોલે છે. તેઓ તેના બદલે પોતાની ગર્લફ્રેન્ડને ફિલ્મમાં લેવાનું પસંદ કરતા હતા. હું કહી શકું છું કે મેં આ જ રીતે 20-30 ફિલ્મો ગુમાવી છે.’ વધુમાં તેને કહ્યું, ‘સારા રોલ મારી પાસે આસાનીથી નથી આવતા, હું સારી ફિલ્મો કરવા માંગુ છું. પણ મને સારી ફિલ્મો મળતી નથી.’

Patel Meet