મલાઇકાને ક્લિનિકની બહાર કરવામાં આવી સ્પોટ, લુક જોઇ ચાહકો થયા દીવાના

કડક લોકડાઉનમાં પણ મલાઈકા ભાભી ફરી રહ્યા છે, 7 તસવીરો જોઈને ફેન્સે સલાહ આપી, પ્લીઝ ઘરે રહો

બોલિવુડની ફિટનેસ ક્વીન મલાઇકા અરોરા હંમેશા તેના લુક અને તેની ફિટનેસને લઇને ચર્ચામાં રહેતી હોય છે, હાલમાં પણ તે તેના લુકને લઇને ફરી ચર્ચામાં આવી છે.

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા એ હસીનાઓમાંની એક છે જેની તસવીરોની ચાહકો હંમેશા રાહ જોઇ રહ્યા હોય છે. મલાઇકા ખાલી બોલ્ડ લુકમાં જ નહિ પરંતુ સિંપલ અટાયરમાં પણ ઘણી ખૂબસુરત લાગે છે.

હાલમાં જ અભિનેત્રીને મુંબઇના બાંદ્રામાં સ્થિત એક ક્લીનિક બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ વખતે પણ તે તેના લુકને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by gandi sawlar (@gandisawlar)

મલાઇકા અરોરાએ આ દરમિયાન ટાઇ ડાઇ પેટર્ન વાળુ કો-ઓર્ડ પસંદ કર્યુ હતુ, જેમાં તેના ટોંડ એબ્સ અને ફ્લેટ ટમી ઘણા હાઇલાઇટ થઇ રહ્યા હતા.

મલાઇકાએ વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો હતો. અભિનેત્રીએ તેની ટી-શર્ટમાં ક્રોપ લુક ક્રિએટ કરી ફ્રંટ નોટમાં સ્ટાઇલ કેરી કરી હતી.

મલાઇકાએ આ લુકને બટરફ્લાય પેંટ્સ સાથે રાઉંડ ઓફ કર્યો હતો. તેણે આ સાથે મેકઅપ કર્યો ન હતો અને વ્હાઇટ સ્લાઇડર્સ પહેર્યા હતા.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ એક-બે દિવસ પહેલા મલાઇકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં મલાઇકા જણાવે છે કે, કોરોનાથી બચાવ માટે અને ફેફસાને મજબૂત કરવા માટે પ્રાણાયમ ઘણુ આવશ્યક છે. આ વીડિયોમાં તે ચાહકોને પ્રાણાયમની રીત પણ શીખવાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Shah Jina