ખબર

લોકડાઉનમાં બરાક ઓબામાએ દીકરીના બોયફ્રેન્ડને ઘરમાં રાખ્યો, પછી ખાવા પીવાના ખર્ચને લઈને કહી આ વાત

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના ઘરે ના જઈ શક્યા ત્યારે એવી જ એક વ્યક્તિ હતી બરાક ઓબામાની દીકરીનો બોયફ્રેન્ડ. જેને ઓબામાએ લોકડાઉન દરમિયાન પોતાના ઘરની અંદર આશરો આપ્યો અને પછી તેના ખાવા પીવાના ખર્ચની લઈને મોટી વાત જણાવી દીધી હતી.

Image Source

ઓબામાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના મહામારી દરમિયાન તેમની દીકરી માલીયા અને તેનો બોયફ્રેડ રોરી તેમના ઘરમાં રહેતો હતો. રોરીને વધારે ખાવાની આદત હતી. જેના કારણે તેમની ગ્રોસરીનું બિલ 30 ટકા જેટલું વધી ગયું હતું. ઓબામાએ જણાવ્યું કે તે પહેલા માલીયાના બોયફ્રેન્ડને પસંદ નહોતા કરતા પરંતુ બાદમાં તે તેમને સારો લાગવા લાગ્યો.

Image Source

ન્યુયોર્ક પોસ્ટ પ્રમાણે માલીયા ઓબામા અને રોરી 2017માં હાવર્ડમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા વધતી ચાલી ગઈ. આગળ જતા તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. માલીયા ઓબામા હજુ 22 વર્ષની છે અને ખુબ જ સામાજિક છે. તો ઓબામાની નાની દીકરીનું નામ સાશા છે.

Image Source

ઓબામાએ જણાવ્યું કે રોરીનું ડાયટ તેમની દીકરીઓ કરતા ખુબ જ અલગ હતું. તે ભરપૂર ડાયટ લેતો હતો. તેમને એ પણ જણાવ્યું કે તે પહેલા રોરીને પસંદ નહોતા કરતા, ઘરમાં એન્ટ્રી પણ નહોતા આપતા પરંતુ બાદમાં તે તેમને સારો લાગવા લાગ્યો હતો. ઓબામાએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તેમને માલીયા, સાશા અને રોરી સાથે સારો સમય પસાર કર્યો.