અજબગજબ ખબર પ્રસિદ્ધ રસપ્રદ વાતો

અમદાવાદના આ યુવકને છે સિક્કા ભેગા કરવાનો ગજબનો શોખ, ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જેમને પોતાના જીવનમાં અલગ અલગ શોખ હોય છે. ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ એકત્ર કરતા હોય છે, અને પોતાના સંગ્રહ સ્થાનમાં એ વસ્તુઓને જગ્યા આપતા હોય છે. એવા જ એક અમદાવાદના યુવક મલ્હાર શાહને પણ આપણા દેશના જ નહિ અલગ અલગ દેશોના સિક્કા અને ચલણી નોટોને સંગ્રહ કરવાનો ખુબ જ સારો શોખ છે જેના કારણે તેમને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું અને હવે તે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે અગ્રેસર છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા મલ્હાર શાહને ખુબ જ નાની ઉંમરમાં જ સિક્કા સંગ્રહ કરવાનો શોખ હતો. અને આ શોખ તેમના પિતા દ્વારા જ તેમનામાં આવ્યો, તેમના પિતા પણ જૂના ચલણી સિક્કાઓનો સંગ્રહ કરતા, અને ત્યારબાદ તેમના પુત્રએ પણ તેમના આ શોખને જીવંત રાખ્યો છે.

વર્ષ 1947 પહેલાના સિક્કાનો સંગ્રહ તેમના પિતાએ કર્યો અને હવે મલ્હાર શાહ 1947 પછીના ભારતના વિવિધ ચલણોને એકત્ર કરી અને ઇતિહાસ સર્જી રહ્યા છે. તેમને ભારત સમેત કુલ 100થી પણ વધારે દેશોના ચલણને એકત્ર કર્યું છે.

ભારતના 1947 પછીનું તમામ ચલણ તેમજ વિવિધ વેરાયટી પણ તેમની પાસે આજે ઉપલબ્ધ છે. મલ્હારભાઈનો આ શોખ પૂરો કરવામાં તેમના પરિવારનો પણ ખુબ જ મોટો ફાળો છે. ખાસ તેમના પત્ની તેમના આ શોખમાં ખુબ જ સાથ આપે છે, સાથે જ તેમના ભાઈ અને મિત્રો પણ જયારે આવા વિવિધ પ્રકારના ચલણને ક્યાંય જુએ ત્યારે ખાસ મલ્હાર માટે એ લઇ આવે છે.

મલ્હાર શાહ માત્ર પ્રાચીન જ નહિ પરંતુ અર્વાચીન સિક્કાઓનો પણ સંગ્રહ કર્યો છે. તેમની પાસે રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા 150 રૂપિયા અને 500 રૂપિયાના સિક્કાઓ પણ હાજર છે.

એટલું જ નહિ મલ્હાર શાહ દેશના વિવિધ સ્થળો ઉપર જયારે પણ સિક્કાનું અને જૂની ચલણી નાણાંનું એકઝીબીશિયન થાય ત્યારે તેઓ અચૂક હાજર રહે છે. અને ખુબ જ બારીકાઈથી તેને નિહાળે છે.

આવનારા સમયમાં મલ્હાર શાહ દરેક દેશોના નાણાં પોતાના કલેક્શનમાં ઉમેરવા માંગે છે. એવા દેશો જેના નામ પણ આપણને ખબર નથી એવા દેશોનું ચલણ પણ તેઓ પોતાના કલેક્શનમાં સામેલ કરવા માંગે છે. એવા ઘણા દેશો છે જેના ચલણ પણ તેમને પોતાના કલેક્શનમાં ઉમેરી દીધા છે. અને હજુ પણ આવનારા સમયમાં તે પોતાના આ શોખને વિશ્વસ્તરે લઈ જઈ એક અનોખો ઇતિહાસ સર્જવાનો ઉત્સાહ ધરાવે છે.

એક ખાસ વાત એ કે આ શોખ માત્ર સિક્કાઓને એકત્ર કરવા પૂરતો નથી રહેતો પરંતુ વિવિધ દેશોના ચલણની સાથે તેના ઇતિહાસને જાણવાનો પણ આ એક સુંદર અવસર તેમને મળી રહ્યો છે. આપણા દેશની જ વાત કરીએ તો આપણા દેશમાં કયા વર્ષમાં કયું ચલણ પ્રચલિત હતું એના વિશે આપણને પણ એટલી ખબર નહીં હોય ત્યારે મલ્હાર શાહના આ સંગ્રહના કારણે આપણે આપણી સંસ્કૃતિની નજીક પણ રહી શકીએ, અને ખુબ જ નજીકથી આપણા ઇતિહાસનો પણ આભ્યાસ કરી શકીએ છીએ.

આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહરને સાચવી રાખવાનું એક સુંદર કામ મલ્હાર શાહ કરી રહ્યા છે. યુવાનોએ પણ તેમના આ શોખમાંથી પ્રેરણા લેવા જેવી છે.  ખરેખર, ,મલ્હાર શાહ આપણા ગુજરાતનું એક ગૌરવ છે. અને આપણે પણ દિલથી પ્રાર્થના કરીએ કે તેઓ પણ તેમના આ શોખને વિશ્વસ્તરે લઇ જાય અને અલગ અલગ રેકોર્ડ પોતાના નામે કરે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.