મનોરંજન

આ 12 દિગ્ગજ અભિનેતાઓએ ફિલ્મોમાં અભિનેત્રીઓના કપડાં પહેરીને જીતી લીધા હતા દર્શકોના દિલ

આ ૧૨ અભિનેતાઓએ સ્ત્રીની ભૂમિકા ભજવી મચાવ્યો હતો હંગામો, ૩ નંબરના હિરોની તો વાત જ અલગ છે

ફિલ્મી કલાકારો પ્રસિદ્ધિ મેળવવા માટે કંઈપણ કરતા હોય છે. પુરુષ હોવા છતાં પણ તેમને ઘણીવાર ફિલ્મોમાં સ્ત્રીઓના કપડાં પહેરીને અભિનય પણ કરવો પડતો હોય છે. અને આ પાત્ર નિભાવીને તેઓ દર્શકોનું દિલ પણ જીતતા હોય છે. હાલમાં જ રજૂ થનારી ફિલ્મ “લક્ષ્મી”માં અભિનેતા અક્ષય કુમારનો સ્ત્રીઓના કપડામાં દેખાવ આપણે ટ્રેલરમાં જોયો છે. આજે અમે તમને એવા જ કેટલાક અભિનેતાઓ વિશે જણાવીશું.

Image Source

સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ અને રામ કપૂર: ફિલ્મ “હમશકલ”ની અંદર આ દૃશ્ય જોવા મળ્યું હતું જેની અંદર સૈફ અલી ખાનની સાથે રિતેશ દેશમુખ અને ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા રામ કપૂર પણ જોવા મળ્યા હતા. આ કોમેડી સીન દર્શકોને ખુબ જ પસંદ પણ આવ્યું હતું.

Image Source

રિતેશ દેશમુખ: અભિનેતા રિતેશ દેશમુખે એક ફિલ્મમાં નહિ પરંતુ ઘણી ફિલ્મોમાં સ્ત્રી તરીકેનું પાત્ર નિભાવ્યું છે. અને દર્શકોને તેને સ્ત્રી રૂપમાં જોવો પણ ખુબ જ પસંદ આવે છે. તે “અપના સપના મની મની”માં પણ સ્ત્રી પાત્રમાં જોવા મળ્યો હતો.

Image Source

અજય દેવગન, તુષાર કપૂર, અર્ષદ વારસી અને શ્રેયસ તલપડે: ફિલ્મ ગોલમાલની સિક્વન્સ દર્શકોને ખુબ મનોરંજન કરાવી ગઈ આ ફિલ્મની અંદર પણ અજય દેવગન, તુષાર કપૂર, અર્ષદ વારસી અને શ્રેયસ તલપડે સ્ત્રીઓના પહેરવેશમાં જોવા મળ્યા હતા.

Image Source

સલમાન ખાન: બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાને પણ ફિલ્મ “જાન-એ-મન”માં સ્ત્રીના કપડામાં એક સીન કર્યો હતો. સલમાનની બોડી સાથે તેનો આ લુક જોવા જેવો હતો.

Image Source

શાહરુખ ખાન: કિંગ ખાન તરીકે બોલીવુડમાં રાજ કરતા અભિનેતા શાહરુખ ખાને પણ ફિલ્મ “ડુબ્લીકેટ”માં સ્ત્રીનો કિરદાર નિભાવ્યો હતો.

Image Source

શાહિદ કપૂર: ફિલ્મ “મિલેંગે મિલેંગે”ની અંદર શાહિદ કપૂર પણ મહિલાના કપડામાં જોવા મળ્યો હતો. પિન્ક ટી શર્ટ અને જીન્સ સાથે માથા ઉપર વીક પહેરીને શાહિદ ખુબ જ ક્યૂટ લાગી રહ્યો હતો.

Image Source

કમલ હસન: “ચાચી 420” ફિલ્મની અંદર કમલ હસનના ચાચીના અભિનયને કોણ ભૂલી શકવાનું ? આ ફિલ્મ અને કમલ હસનનું ચાચીનું રૂપ દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું.

Image Source

આમિર ખાન: બોલીવુડના મિસ્ટર પરફેક્ટ અભિનેતા આમિર ખાને પણ એક ગીત “ડોલે રે ડોલે” માટે સ્ત્રીનો અવતાર ધારણ કર્યો હતો. ફિલ્મ બાઝીમાં તેનો આ દેખાવ દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

Image Source

અક્ષય કુમાર અને દિપક તિજોરી: 1992માં આવેલી ફિલ્મ “ખેલાડી”માં અક્ષય કુમાર અને દિપક તિજોરી પણ મહિલાના ગેટઅપમાં જોવા મળ્યા હતા. આ દૃશ્યમાં આવતી કોમેડીએ પણ દર્શકોને ખુબ હસાવ્યા.

Image Source

ગોવિદા: દિગ્ગજ અભિનેતા ગોવિદાએ ઘણી ફિલ્મોમાં મહિલાઓના પાત્ર ભજવ્યા છે, પરંતુ તેને એક આખી ફિલ્મ જ મહિલા પાત્રમાં છે. તે ફિલ્મ હતી “આંટી નંબર વન”. આ ફિલ્મ પણ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી.

Image Source

શમ્મી કપૂર: મહિલાઓના ગેટઅપમાં ખાલી આજના જ અભિનેતાઓ નહિ પરંતુ વીતેલા જમાનાના સુપરસ્ટાર પણ જોવા મળી ચુક્યા છે. 1963માં આવેલી ફિલ્મ “બ્લફ માસ્ટર”માં અભિનેતા શમ્મી કપૂરે પણ મહિલાના ગેટઅપમાં સીન આપ્યો હતો.

Image Source

શશી કપૂર: ફિલ્મ “હસીના માન જાયેગી”માં 80ના દાયકાના સૌથી ખ્યાતનામ અભિનેતા શશી કપૂર પણ મહિલાના ગેટઅપમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં તેને સરસ ડાન્સ પણ કર્યો હતો.

Image Source

અમિતાભ બચ્ચન: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચાને પણ “લાવારિસ” ફિલ્મના “મેરે અંગેને મેં” ગીતની અંદર મહિલાનો પોશાક ધારણ કર્યો હતો.

Image Source

જાવેદ જાફરી અને શ્રેયસ તલપડે: ફિલ્મ “પેઈન ગેસ્ટ”ની અંદર અભિનેતા જાવેદ જાફરી અને શ્રેયસ તલપડે પણ મહિલાના પાત્રમાં જોવા મળ્યા હતા. અને બનેંના અભિનય અને કોમેડીને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી.

Image Source

સંજય દત્ત: અભિનેતા સંજય દત્ત તેની કદ કાઠી અને અવાજને લઈને મહિલાના પાત્રમાં જોવા મળવો મુશ્કેલ છે. પરંતુ તેને પણ ફિલ્મ “મેરા ફેંસલા”માં મહિલાનું પાત્ર નિભાવ્યું હતું.

Image Source

ઋષિ કપૂર: અભિનેતા ઋષિ કપૂર પણ ફિલ્મ “રફુ ચક્કર”ની અંદર મહિલાના પહેરવેશમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પણ તેમના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

Image Source

અક્ષય ખન્ના: અભિનેતા અક્ષય ખન્નાએ પણ ફિલ્મ “નો પ્રોબ્લમ”ના એક સીનની અંદર મહિલાનું પાત્ર નિભાવ્યું હતું. જેની કોમેડી દર્શકોને પસંદ આવી હતી.