ખબર

વિદેશમાં ભગવાન બન્યા આપણા ભારતીય જવાન, વિદેશમાં ઓપરેશન ચલાવીને બચાવ્યો નાના બાળકનો જીવ

ભારતીય કોસ્ટ ગાર્ડે માલદીવ ગન આઇલેન્ડ પર સફળતાપૂર્વક એક રાહત અને બચાવ કાર્યને પૂર્ણ કર્યું હતું. કોસ્ટ ગાર્ડન પાયલોટે અહીં એક નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો, જે ખૂબ જ બીમાર હતો અને જેની હાલત ખૂબ જ નાજુક હતી. ભારતીય આર્મીના એડવાન્સ લાઈટ હેલીકૉપટર (ALH) ધ્રુવની મદદથી પાયલોટ બાળકને બચાવીને લાવ્યા હતા.

બાળકને ત્યાથી બહાર કાઢીને કોસ્ટગાર્ડના પાયલોટ સારવાર માટે માલે લઇ ગયા હતા અને અહીં આ બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ હેલીકૉપટર્સ સ્થાનિક લોકોની મદદ માટે માલદીવમાં જ છે.

ગયા મહિને માલદીવની રક્ષામંત્રી મરિયમ અહેમદ દીદી ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે હતા. અહીં તેમને બંને દેશોના મજબૂત રક્ષા સંબંધો માટેની વાત કરી હતી. ત્યારે દીદીએ કહ્યું હતું, “ભારત સરકારે પરેશાન થવાની જરૂર નથી, કારણકે બંને દેશોની સરકાર એક સમાન મૂલ્યો જ શેર કરે છે.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks