મનોરંજન

માલદીવ જવા પર ભારતીયો પર લાગી રોક, આ તારીખથી ભારતીયોના માલદીવ જવા પર લાગ્યો બેન

કરોડોપતિ બોલીવુડના સિતારાઓને મોટો ફટકો: માલદીવ હવે ભારતીયોને ઘુસવા પણ નહિ દે- જાણો વિગત

દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે, ત્યારે ઘણા રાજયોએ લોકડાઉન લાગુ કર્યુ છે અને કેટલાક રાજયોએ કડક પ્રતિબંધો લાદયા છે. ભારતમાં કોરોનાના પ્રકોપને જોતા માલદીવ આવનાર ભારતીયો પર રોક લગાવવામાં આવી છે.

માલદીવના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યુ છે કે, 27 એપ્રિલથી ભારતથી માવદીવ આવનાર સહેલાણીઓ પર રોક લગાવવામાં આવી છે. આભાર આમાં તમારો સાથ આપવા માટે. આ ટ્વીટ અને નિર્ણય સ્ટાર્સ માટે કોઇ ઝટકાથી ઓછો નથી. કારણ કે શુટિંગમાંથી સમય મળતા જ સ્ટાર્સ માલદીવ જઇને વેકેશન એન્જોય કરવાનું પસંદ કરે છે. એવું ઘણીવાર દેખવામાં આવ્યુ છે.

તમને જણાવી દઇએ કે, મુંબઇમાં કોરોનાને કારણે સખ્ત પ્રતિબંધો છે. બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ કામથી બ્રેક લઇને માલદીવમાં વેકેશન મનાવવા ગયા હતા. આ સ્ટાર્સમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, દિશા પટની, ટાઇગર શ્રોફ, જાહ્નવી કપૂર, સારા અલી ખાન જેવા અનેક સેલેબ્સ સામેલ હતા.

આ ઉપરાંત ટીવી ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ વેકેશન મનાવવા માલદીવ પહોંચ્યા હતા. બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના કઝિન પ્રિયાંક શર્માના લગ્ન પણ માલદીવમાં જ થયા હતા.

ટીવી સેલેબ્સની વાત કરીએ તો, શેફાલી જરિવાલા, ટીના દત્તા, ગોવિંદાની ભાંજી આરતી સિંહ જેવા અનેક સેલેબ્સ સામેલ છે. આ સ્ટાર્સમાં ઘણા તો તેમનુ વેકેશન મનાવીને પરત પણ ફરી ચૂક્યા છે. કેટલાક ત્યા છે અને હવે તે પાછા આવવાની તૈયારીઓ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, કોરોનાના કહેર વચ્ચે બોલિવુડ સ્ટાર્સના માલદીવ જવા પર તેમની આલોચના પણ થઇ હતી. ટ્વીટર પર સ્ટાર્સને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ હાલમાં જ એક ટ્વીટ કર્યુ હતુ.

તેમણે લખ્યુ હતુ કે, આ લોકોએ માલદીવને તમાશો બનાવીને રાખ્યો છે. મને ખબર નથી કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ શુ છે પરંતુ માણસાઇ માટે આ વેકેશન પોતાના સુધી સીમિત રાખવું. અહીં બધા પરેશાન છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, મહેરબાની કરીનેે ટોણા ના મારો જે દુખ જેલી રહ્યા છે.