અજબગજબ

કોરોનાના કારણે પાયલટની ચાલી ગઈ નોકરી તો હવે યુનિફોર્મ પહેરીને વેચે છે ખાવાનું, જુઓ વાયરલ તસવીરો

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાવવાના કારણે ઘણા લોકો નોકરી ધંધા વિહોણા બની ગયા છે. ઘણા લોકોને મોટી મોટી પોસ્ટ ઉપરથી પણ આ મહામારીના સમયમાં છુટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઘણા લોકોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે અવનવા રસ્તાઓ શોધી લીધા છે.

Image Source

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પાયલટની તસવીરો વાયરલ થઇ રહી છે. જે યુનિફોર્મ પહેરીને જમવાનું વેચતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ છે અજરીન મોહમ્મ્દ જાવવી. જે વ્યવસાયે એક પાયલટ હતો. પરંતુ આજે તે એક ફૂડ સ્ટોલ ચલાવવા માટે મજબૂર છે. કોરોના વાયરસના કારણે તેની નોકરી ચાલી ગઈ. પરિવારના ભરણ પોષણ માટે તેને એક ફૂડ સ્ટોલ ચાલુ કર્યો.

Kapten Corner was visited by one of Captain Azrin’s cousin by the name of Ain who works in KL. Ain had mee curry and her verdict was.. ‘sedap’.

Posted by Mohamad Zawawi Ahmad on Monday, 9 November 2020

હવે આ વ્યક્તિ પાયલટનો યુનિફોર્મ પહેરી અને એરપોર્ટ જવાના બદલે પોતાના ફૂડ સ્ટોલ ઉપર જાય છે અને ત્યાં યુનિફોર્મમાં જ ગ્રાહકોને ખાવાનું સર્વ કરે છે. જેના કારણે હાલમાં તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Posted by Mohamad Zawawi Ahmad on Monday, 9 November 2020

મલેશિયાઈ પાયલટ અજરીન મોહમ્મ્દ જાવવી રોજ સવારે કામ ઉપર જતા પહેલા સફેદ યુનિફોર્મ પહેરે છે અને માથા ઉપર કાળા રંગની કપ્તાન ટોપી ફરે છે. અને રાજધાની કુઆલા લંપુરના બાહરી વિસ્તારમાં આવેલી પોતાની નાની નૂડલ્સની દુકાન ઉપર જાય છે. તેમને બે દશક સુધી પાયલટ તરીકે કામ કર્યું છે.

Abe Taco celebrate birthday ke 44 tahun ni dgn penuh gaya 😍😆
Happy birthday Sayang !!

@kapten_corner
#alhamdulillahforeverything
#ThankYouAllahSWT

Posted by Latun Noralyani on Wednesday, 4 November 2020

અજરીનની ઉંમર 44 વર્ષની છે. પોતાની નોકરી છૂટવા ઉપર તેમને કહ્યું કે: “મારે સારી આવકની જરૂર છે, કારણ કે મારી પાછલી કંપનીમાંથી હું મને કાઢી નાખવામાં આવ્યો છે.” થોડા સમય પહેલા અજરીન “માલિંડો એયર”ના એક કર્મચારી હતા.