દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ ઉપર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો ત્યાં હવે કોરોના વાયરસે પોતાનું રૂપ બદલી લીધું છે અને પહેલા કરતા હવે 10 ઘણો ખતરનાક વાયરસ બની જતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

મલેશિયાની અંદર કોરોનાના કેટલાક અજીબ કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકોને ખુબ જ સતર્ક રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યાંજ કોરોના વાયરસે પોતાને બદલી નાખ્યો છે એટલે કે પોતાની જિન સંરચનામાં બદલાવ કરી દીધો છે. પરંતુ તેનો આ બદલાવ મનુષ્યો માટે ખુબ જ ઘાતક સાબિત થઇ શકે છે.

મલેશિયાની અંદર કોરોનની આ નવી પ્રજાતિ પહેલાથી 10 ઘણી વધારે ઘાતક બની શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોના વાયરસમાં થયેલા આ પ્રકારના બદલાવ તેનો પ્રસાર 10 ઘણો ઝડપી થઇ શકે છે. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના મહાનિર્દેશક નૂર હિશામેં જાણકારી આપી છે કે કોરોના વાયરસ મ્યુટેશનમાં બદલાવની વાત વૈજ્ઞાનિક રૂપથી સાબિત થયા બાદ સામાન્ય લોકોને વધારે સતર્ક રહેવું પડશે. કોરોનાના આ નવા બદલાવ (મ્યુટેશન)નું નામ ડી સિક્સ ફોર્ટીન જી (D614G) રાખવામાં આવ્યું છે.

મલેશિયાની અંદર કોરોનાનો આ નવું અને વધારે ઘાતક સ્વરૂપ એક સાથે 45 લોકોમાં જોવા મળ્યું છે. જેના વિષે શોધ કર્યા બાદ મલેશિયાના વૈજ્ઞાનિકોએ મેળવ્યું કે કોરોનાનો આ મ્યુટેશન ડી સિક્સ ફોર્ટીન જી (D614G) પહેલાથી 10 ઘણું ઘાતક છે. આ વાયરસના સંક્રમણની શરૂઆત એક રેસ્ટોરન્ટના માલિક દ્વારા થઈ. જેને આ નવા પ્રકારના કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવા માટે જવાબદાર માનવામાં આવે છે. આ વ્યક્તિને 5 મહિનાની જેલની સજા ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત તેની ઉપર દંડ પણ લગાવવામાં આવ્યો છે.

WHO પણ મેલેશિયાના અધિકારીઓએ કરેલા દાવાની તપાસમાં લાગ્યું છે. એવી જાણકારી પણ મળી છે કે કોરોનાના આ નવા પ્રકારના મ્યુટેશનની શરૂઆત જુલાઈથી થઇ છે. પરંતુ WHOના અધીકારીઓ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચની તપાસમાં મળી આવ્યું છે કે કોરોનામાં મ્યુટેશનની હજુ શરૂઆત છે. આ કેટલો ઘાતકી સાબિત થઇ શકે છે તેના ઉપર રિસર્ચની જરૂર છે. તેમને આ મામલાને તત્કાલ પ્રભાવથી કોઈ ચેતવણી જાહેર કરવાથી મનાઈ ફરમાવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.