મનોરંજન

BREAKING: ઘરની સામે ઝાડ પર લટકેલી મળી 43 વર્ષના એક્ટરની લાશ, પોલિસ પણ ચોંકી ઉઠી છે

મલયાલમ સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા એનડી પ્રસાદ હવે આપણી વચ્ચે રહ્યા નથી. 43 વર્ષિય એનડી પ્રસાદે 25 જૂન શનિવારના રોજ સાંજે 7.30 વાગ્યા આસપાસ ઘર સામેના ઝાડ પર ફાંસી લગાવી દીધી. કોચ્ચિ  પાસે ક્લામસેરીમાં તેની લાશ ઘર બહાર એક ઝાડ પર લટકેલી મળી હતી. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, એનડી પ્રસાદે ઘરેલુ મામલાથી પરેશાન થઇ આપઘાત કર્યો છે. જો કે, પોલિસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. તેને પરિવાર સિવાય કેટલીક માનસિક સમસ્યાઓ હતી.

તેની પત્નીએ પણ તેને થોડા મહિના પહેલા છોડી જતી રહી હતી. તે થોડા દિવસોથી ખૂબ જ ડિપ્રેશનમાં હતો. અભિનેતાના પરિવારમાં તેના બે બાળકો અને પત્ની છે.બાળકોએ જ પિતાને ઝાડ પર લટકેલા જોયા હતા. જો બાદ તેમણે પાડોશીઓને આની જાણ કરી.કેટલાક અહેવાલો અનુસાર, અભિનેતા પહેલાથી જ ઘણા પોલીસ કેસોનો સામનો કરી રહ્યો હતો. અભિનેતા પર ડ્રગ્સ રાખવાનો પણ આરોપ હતો. ગયા વર્ષે એર્નાકુલમ એક્સાઈઝ સર્કલ ઓફિસ દ્વારા 2.5 ગ્રામ હશીશ તેલ, 0.1 ગ્રામ બ્યુપ્રેનોર્ફિન, 15 ગ્રામ ગાંજા અને એક છરી રાખવા બદલ તે કથિત રીતે પકડાયો હતો.

પ્રસાદ વિરૂદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘણા કેસ પેન્ડિંગ હતા. તમને જણાવી દઈએ કે નિવિન પાઉલી સ્ટારર એક્શન એન્ટરટેનરમાં એનડી પ્રસાદની ખલનાયક ભૂમિકાને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. એબ્રિડ શાઈન દ્વારા નિર્દેશિત ફિલ્મના ક્લાઈમેક્સમાં અભિનેતા જોવા મળ્યો હતો. આ સિવાય પ્રસાદ ‘ઇબા’ અને ‘કરમાણી’ જેવી ઘણી મલયાલમ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

તાજેતરમાં જ ‘એક્શન હીરો બિજુ’ના નિર્માતાઓએ તેની સિક્વલની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્માણ નિવિન પાઉલીના પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવશે. પ્રથમ ભાગમાં અભિનેતા અનુ એમેન્યુઅલ, સૈજુ કુરુપ, વલસાલા મેનન, જોજુ જ્યોર્જ, રોની ડેવિડ અને મેજર રવિ પણ મુખ્ય ભૂમિકામાં હતા.