મનોરંજન

માલવિકા મોહનનની તસવીરોએ મચાવી સનસની, કતરા-કતરા દિલ બહેકાવી રહી છે અદા

ધબકારા ચૂકાવી દે એવી સાડીના બ્લાઉઝમાં દેખાડ્યું હુસ્ન, જુઓ તસવીરો

સાઉથ ફિલ્મ અભિનેત્રી માલવિકા મોહનને તેના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તેની ફિલ્મ “માસ્ટર” સુપરહિટ બની છે. હવે તે તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં આવી છે. માલવિકાની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે.

માલવિકા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે તેના બોલ્ડ લુકને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરી તે તેની નવી તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. માલવિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરોને 6 લાખથી પણ વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે.

અભિનેત્રી લીલા રંગની ચોલીમાં જોવા મળી રહી છે. આ તસવીરો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. ચાહકોને પણ તેની આ તસવીર પસંદ આવી રહી છે. બોલિવુડથી લઇને સાઉથની ફિલ્મો સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી માલવિકાની આ તસવીર જોઇ ચાહકોના દિલની ધડકન રોકાઇ ગઇ છે.

આ તસવીરોમાં બિયોન્ડ ધ ક્લાઉડ અભિનેત્રી માલવિકા ખૂબસુરત લાગી રહી છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ માલવિકા તમિલ સુપરસ્ટાર થાલાપતિ વિજય અને વિજય સેતુપતિ દ્વારા અભિનીત બહુપ્રતીક્ષિત ફિલ્મ “માસ્ટર”માં ડ્રીમ કમબેક કર્યુ.

ઉલ્લેખનીય છે કે, માલવિકાનું નામ બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ સાથે જોડાઇ ચૂક્યુ છે. જો કે, બંનેએ પોતાના સંબંધને લઇને જાહેરમાં કયારેય કંઇ કહ્યુ નથી. પરંતુ બંનેની સાથે કેટલીક તસવીરો વાયરલ થઇ ચૂકી છે.

માલવિકા પહેલા પણ તેની બોલ્ડ તસવીરોને કારણે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ચૂકી છે. પરંતુ આ તસવીરોને ખાસ કરીને ચાહકો દ્વારા ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે.

માલવિકા મોહનન તમિલ અને મલયાલમ ભાષાની ફિલ્મો પણ કરી ચૂકી છે. તેણે “પટ્ટમ પોલ”થી સ્ક્રીન ડેબ્યુ કર્યુ હતુ. જેમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.