કામને લઈને રાજસ્થાન આવેલા બ્રિટિશ નાગરિકની આ કહાની હેરાન કરનારી છે. બ્રિટેનમાં રહેનારો ઇયાન જોનાસ રાજસ્થાનમાં પારંપરિક કલાકારો માટે કામ કરે છે.આ કારણે તે ભારત આવ્યો હતો. તે સમયે લોકડાઉન થયું હતું. તેથી જોનાસ ફરી તેના દેશ ગયો ના હતો.

જોનાસને પહેલા ડેન્ગ્યુ થયો હતો. બાદમાં મેલેરિયા થયો હતો આ બાદ તેને કોરોના થયો હતો. આ ત્રણેય બીમારી સામે જીત્યા બાદ સાપએ બટકું ભરી લીધું હતું. હેરાનીની વાત એ છે કે, તે આ ઝેરને મ્હાત આપવામાં કામયાબ રહ્યો હતો. ઇયાન જોનાસને જોધપુર જિલ્લામાં એક કોબ્રાએ બટકું ભરી લીધું હતું. આ બાદ તેને જોધપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના ડોક્ટર અભિષેક તાતરે કહ્યું, ‘ઇયાન જોનાસને સાપ કરડવાથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેને કોરોના પોઝિટિવ હોવાની શંકા હતી પરંતુ તપાસમાં તે નેગેટિવ હોવાનું જણાયું હતું. તેમની અંદર સાપ કરડવાના બધા ચિન્હો દેખાતા હતા. તેની દૃષ્ટિ બિલકૂલ નબળી થઇ ગઈ હતી. તે મુશ્કેલથી ચાલી રહ્યો હતો. તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

જોનાસને આ અઠવાડિયાની શરૂઆતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ટૂંક સમયમાં તે પોતાના દેશ પરત ફરશે. તેમના પુત્ર સાઈબ જોનાસે કહ્યું, ‘મારા પિતા ફાઇટર છે. ભારતમાં રોકાણ દરમિયાન તેઓ કોરોનાનો ભોગ બનતા પહેલા ડેન્ગ્યુ અને મેલેરિયાથી પણ પીડિત હતા. કોરોના સંકટને કારણે તે પરત ફરી શક્યા નહીં. તમને જણાવી દઈએ કે ઇયાન જોનાસ રાજસ્થાનના પરંપરાગત કલાકારો સાથે કામ કરે છે. તેઓ તેમનો સામાન બ્રિટનમાં મોકલવામાં મદદ કરે છે.