એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. બુધવાર 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ અનિલે તેની આયશા મનોર બિલ્ડિંગની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ બીમાર હતા અને પરેશાન પણ હતા. અનિલે આત્મહત્યાની સવારે દીકરીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે વાત કરી હતી. તેણે બંનેને કહ્યું હતું કે તે જીવનથી કંટાળી ગયો છે. ત્યારે હવે તેના મોતનું કારણ સામે આવ્યું છે.
અનિલ મહેતાની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ બાંદ્રા પહોંચી હતી અને પાછળ ફોરેન્સિક ટીમ પણ ત્યાં આવી હતી. અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે પોસ્ટ મોર્ટમ સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. જેમાં મૃત્યુનું મુખ્ય કારણ બહાર આવ્યું છે. અનિલ મહેતાના વિસેરાને સાચવીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. આ વધુ તપાસમાં મદદ કરશે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ અનિલ મહેતાના મોત અંગે કેટલાક ખુલાસા થયા છે.
રિપોર્ટ અનુસાર, અનિલનું શરીર પર અનેક ઈજાના કારણે મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાનો મૃતદેહ મલાઈકા અરોરાના પરિવારને પરત કરવામાં આવ્યો હતો. મલાઈકા અરોરા અને તેમના પરિવારે અનિલ મહેતાના નિધન અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે ‘અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રેમાળ પિતા અનિલ કુલદીપ મહેતા નથી રહ્યા. તે એક નમ્ર માણસ, સારા નાના, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા.
અમારા પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને અમારા શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. તમારા આભારી, જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રયાન, કેસ્પર, ડફી, બડી. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલા 11 સપ્ટેમ્બરે સવારે તેમની બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન અનિલે કહ્યું હતું કે, ‘હું બીમાર અને થાકી ગયો છું’I’m sick and tired. જ્યારે અનિલે આત્મહત્યા કરી ત્યારે મલાઈકાની માતા ઘરે હતી.
અનિલે તેની બંને દીકરીઓને કહ્યું કે તે બીમારીથી પરેશાન છે. સિગારેટ પીવાના નામે તેણે બાલ્કનીમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી. મલાઈકા અરોરાની માતા જોયસ પણ આ જ બિલ્ડિંગમાં આ જ ફ્લોર પર રહે છે. 11મી સપ્ટેમ્બરે સવારે અનિલ તેમને હેલો કહેવા આવ્યા નહિ, આ બંનેની દિનચર્યા હતી. આ કારણે તેમને લાગ્યું કે કંઈક ખોટું છે. અનિલ મહેતાના આકસ્મિક નિધનથી મલાઈકા અરોરા અને તેનો પરિવાર ઊંડા આઘાતમાં છે. પિતાની આત્મહત્યા સમયે અભિનેત્રી પુણેમાં હતી. આ સમાચાર મળતાં જ તે મુંબઈ આવી ગઈ અને ત્યારથી તે તેના પરિવાર સાથે છે.