મલાઇકાની થાઇ પર પહોંચી ઇજા, છુપાવવાને બદલે બોલ્ડ રીતે કરી ફ્લોન્ટ, બોલી- કેટલીક ઇજા નિશાન છોડી જાય છે…

મલાઇકાની જાંધ પર કેમ પડ્યુ કાળુ નિશાન, જણાવ્યુ કારણ, કહ્યુ- કેટલાક નિશાન ઊંડા હોય છે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Malaika Arora Injury: મલાઇકા અરોરા ઘણીવાર તેના રિલેશનશિપ અને ડ્રેસિંગ સેંસને કારણે ચર્ચામાં બની રહે છે. કેટલાક દિવસ પહેલા જ અભિનેત્રીને જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મલાઇકાની થાઇ (જાંધ) પર એક મોટુ કાળુ નિશાન જોવા મળ્યુ, જેને જોઇને લોકો પણ હેરાન રહી ગયા અને પૂછવા લાગ્યા કે તેના પગ પર શું થયુ છે ?

મલાઇકાની થાઇ પર પહોંચી ઇજા

ત્યારે હવે મલાઈકાએ પોતાની ઈજા વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે તેણે આ વાત કેમ છુપાવી નહીં. મલાઈકા અરોરા જ્યારે પણ કેમેરા સામે આવે છે, ત્યારે તે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. મલાઈકા અરોરા જ્યારે પણ વર્કઆઉટ માટે બહાર જાય છે ત્યારે તેની ઝલક સોશિયલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. હાલમાં જ જ્યારે મલાઈકાનો એક વીડિયો સામે આવ્યો તો બધા ચોંકી ગયા.

ફેન્સની અટકળો વચ્ચે અભિનેત્રીએ તોડી ચુપ્પી

જિમ જઈ રહેલી મલાઈકાની જાંઘ પર મોટું કાળુ નિશાન જોવા મળ્યુ, જેને જોઇ લોકો ચિંતામાં પડી ગયા કે તેને શું થયું છે. ત્યારે હવે મલાઈકાએ ખુલાસો કર્યો છે કે તેના પગ પર આ નિશાન શા માટે દેખાયુ. બોમ્બે ટાઈમ્સ ફેશન વીક દરમિયાન મીડિયા સાથે વાત કરતા મલાઈકાએ કહ્યું હતું કે હું ખરેખર ખરાબ રીતે પડી ગઈ હતી, આમાં છુપાવવા જેવું શું છે?

‘કેટલાક નિશાન ઊંડા હોય છે’

મલાઈકાએ કહ્યું, ‘હું એવું કંઈ પહેરી શકતી નહોતી કે જે આ ઇજાને વધારે, તેથી મારે તેને ખુલ્લું રાખવું પડ્યું. લોકો પડે છે, તમે તમારી જાતને નુકસાન પહોંચાડો છો અને પછી જાતે જ આગળ વધો છો, કેટલીક ઇજા નિશાન છોડી દે છે અને કેટલીક નથી છોડતી, પણ આ લાઇફ છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina