મલાઈકા ભાભી અને અર્જુનનું બ્રેકઅપ? વેલેન્ટાઈન વીકમાં આ વ્યક્તિ સાથે ચીપકીને પાર્ટી કરતી દેખાઈ, જુઓ ઇનસાઇડ તસવીરો

દુબઇમાં ‘વન એન્ડ ઓન્લી-વન જબીલ’ હોટલની ઓપનિંગ પાર્ટી થઇ, આ ઇવેન્ટમાં મલાઇકા અરોરા, ઓરી અને મલાઇકા-અરબાઝ ખાનનો દીકરો અરહાન ખાન પણ નજર આવ્યો. બધાએ ખૂબ જ જોરદાર પાર્ટી કરી અને ઇવેન્ટ એન્જોય કર્યુ.

ઓરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. દુબઇ હોટલના આ ઓપનિંગ ઇવેન્ટમાં ઘણા ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. અમેરિકન પોપ્યુલર સિંગર જેનિફર લોપેજ, એક્ટર ઇદરીસ એલ્બા અને એક્ટ્રેસ સબરીના ધોવરે એલ્બા જોવા મળ્યા હતા.

ત્યાં મ્યુઝિક પ્રોડ્યુસર માર્ક રોનસન અને મોડલ નાઓમી કૈંપબેલ રેડ કાર્પેટ પર ચાલતા જોવા મળ્યા હતા. પાર્ટી દરમિયાન જેનિફર લોપેજે લોકો સામે પોતાના કેટલાક હિટ ગીતો પણ ગાયા. ત્યાં બોલિવુડ સેલિબ્રિટી મલાઇકા અરોરાને પણ સ્પોટ કરવામાં આવી.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી એટલે કે ઓરહાન અવત્રામણીએ આ પાર્ટીની ઇનસાઇડ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ મલાઈકા પુત્ર અરહાન ખાન અને ઓરી સાથે દુબઈમાં પાર્ટી કરતી જોવા મળી હતી. તસવીરોમાં ઓરી અને મલાઈકાનો પુત્ર અરહાન સૂટ-બૂટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો છે.

ઓરીએ મલાઈકા સાથે પણ કેટલીક તસવીરો ક્લિક કરાવી હતી. દર વખતની જેમ આ વખતે પણ મલાઇકાનો પાર્ટી લુક ખૂબ જ બોલ્ડ હતો. તેણે શિમરી ક્રોપ ટોપ સાથે બ્લેક સ્કર્ટ કેરી કર્યુ હતુ. એક તસવીરમાં ઓરી અને મલાઈકા ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત એક તસવીરમાં મલાઈકા ગ્રીન આઉટફિટમાં પણ જોવા મળી હતી, જેમાં તે સુંદર લાગી રહી હકી. તસવીરોમાં ઓરી બ્લેક એન્ડ વ્હાઇટ લાઇનિંગ સૂટમાં જોવા મળી રહ્યો હતો.

જો કે, સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રીને પૂછી રહ્યા છે કે શું તેનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઇ ગયું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. એવા પણ સમાચાર છે કે બંને વચ્ચે લગ્નને લઈને મતભેદ છે. લાંબા સમયથી બંને એકસાથે જોવા ન મળતા ફેન્સ પણ આ અફવાને સાચી માનવા લાગ્યા છે. જો કે, મલાઈકા કે અર્જુને આ અફવાઓ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આનાથી સ્પષ્ટ થાય છે કે બંને પોતાની અંગત જિંદગીને ખૂબ જ ખાનગી રાખવા માંગે છે. મલાઇકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટીવીના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની 11મી સિઝનમાં અરશદ વારસી અને ફરાહ ખાન સાથે જજની ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ ડાન્સ શોમાં ગૌહર ખાન અને ઋત્વિક ધનજાની હોસ્ટ છે.

તમને જણાવી દઇએ કે, મુંબઈમાં રહેતો ઓરી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર છે. તે રિલાયન્સ સાથે આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સના સહયોગનું પણ નેતૃત્વ કરે છે. આવી સ્થિતિમાં, તેમનું કામ પ્રમોશન અને માર્કેટિંગ માટે સેલેબ્સ સાથે સંબંધિત છે.

ઓરહાન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનો નજીકના મિત્ર પણ છે. આ ઉપરાંત તે ઘણા બોલિવુડ સેલેબ્સનો પણ મિત્ર છે. પાર્ટી ફ્રીક હોવાને કારણે, ઓરહાન સ્ટાર કિડ્સની લગભગ દરેક પાર્ટીમાં હાજરી આપે છે. આ જ કારણ છે કે સ્ટાર કિડ્સ સાથે તેની તસવીરો અવારનવાર સામે આવતી રહે છે. મલાઇકાની વાત કરીએ તો, તે ટીવીના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની 11મી સિઝનમાં અરશદ વારસી અને ફરાહ ખાન સાથે જજની ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ ડાન્સ શોમાં ગૌહર ખાન અને ઋત્વિક ધનજાની હોસ્ટ છે.

Shah Jina