નિયોન શોર્ટ્સ અને નો મેકઅપ લુકમાં યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ મલાઇકા અરોરા, સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સાથે પણ આપ્યા પોઝ

નિયોન શોર્ટ્સમાં સવારે સવારે ડોગ સાથે વોક પર નીકળી મલાઇકા અરોરા, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રીઓ તેમના કામ સાથે સાથે તેમની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખતી હોય છે. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા પણ ફિટનેસની મિસાલ છે, જે તેના બાકી કામ કરવાના એક વાર ભૂલી પણ જાય પરંતુ તે યોગા ક્લાસ કે જીમ મિસ નથી કરતી. 47 વર્ષની ઉંમરે પણ મલાઇકા ખૂબ જ ફિટ અને ગ્લેમરસ છે, તે આ ઉંમરે પણ યંગ અભિનેત્રીઓને માત આપે છે. તે ફિટનેસનું ધ્યાન રાખવા બાબતે કયારેય પણ પીછે હટ કરતી નથી.

મલાઇકા અરોરા ઘણીવાર મોર્નિંગ વોક પર તો ઘણીવાર યોગા ક્લાસ બહાર સ્પોટ થતી રહે છે. આજે તેને પેપરાજી દ્વારા તેના ડોગ સાથે મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી હતી અને બીજી બાજુ તેને આજે યોગા ક્લાસ બહાર પણ સ્પોટ કરવામાં આવી હતી. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

હાલમાં મલાઇકાને જયારે ઘર બહાર મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી ત્યારે પેપરાજી દ્વારા તેની ઘણી તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ દરમિયાન તે તેના ડોગ સાથે જોવા મળી હતી. તેણે આ દરમિયાન નિયોન ટોપ સાથે શોર્ટ્સ મેચ કર્યા હતા. તેમજ તેણે મેકઅપ ફ્રી ચહેરો રાખ્યો હતો.

મલાઇકા યોગા ક્લાસ બહાર સુપરસ્ટાર રજનીકાંતની દીકરી એશ્વર્યા આર.ધનુષ સાથે પણ પોઝ આપતી જોવા મળી હતી. બંનેએ કોરોનાને ધ્યાને લઇને સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. એશ્વર્યાના લુકની વાત કરીએ તો, તેણે બ્લેક ક્રોપ ટોપ અુને જેગિંગ પહેર્યુ હતુ. તેમજ બ્લેક જેકેટ સાથે લુકને ટીમ અપ કર્યુ હતુ.

મોર્નિંગ વોક, યોગા, જીમથી લઇને ડાઇટ સુધી મલાઇકા તેના ફિટનેસ રૂટિનનુ ઘણુ કડકાઇથી પાલન કરે છે. તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. તે આ દિવસોમાં બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેમણે તેમના રિલેશનને ઓફિશિયલ પણ કરી દીધુ છે.

Image source

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. ફેમિલી ફંક્શન હોય કે પાર્ટી બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. તેઓ ઘણીવાર આઉટિંગ માટે બહાર જતા પણ સ્પોટ થાય છે. તે બંને ઘણીવાર ક્વોલિટી સમય વીતાવતા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Malla Addicted (@malaikaarora_love)

Shah Jina