સાતમો મહિનો ચાલી રહ્યો છે, પગમાં સોજા ચડેલા છે તો પણ પાર્ટી કરી રહી છે સેફની બેગમ- 7 તસ્વીરો જોઈને લોકોએ લગાવી ફટકાર
બોલીવુડની બેબો કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીની મઝા માણી રહી છે. કરીના પ્રેગ્નેંસીમાં પણ પોતાનું કામ કાજ બાકી નથી મૂકી રહી, આ દરમિયાન તે ઘણી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે. હાલમાં જ તે અભિનેત્રી મલાઈકા અરોરા સાથે મોડી રાત્રે જોવા મળી હતી, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

મલાઈકા અને કરીના બંને ખાસ મિત્રો છે. અને તે અવાર નવાર મળતા પણ રહે છે.થોડા સમય પહેલા બંનેને હિમાચલમાં પણ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. મલાઈકા સાથે એ દરમિયાન અર્જુન કપૂર હતો તો કરીના સૈફ અને તૈમુર સાથે હિમાચલના રસ્તાઓ ઉપર ટહેલતા જોવા મળ્યા હતા.

હવે ગઈકાલે મોડી રાત્રે કરીના અને મલાઈકા સાથે ડિનર પાર્ટીમાં જોવા મળ્યા હતા, આ દરમિયાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મલાઈકા આ દરમિયાન ખબરપત્રીઓને પોઝ આપતી પણ જોવા મળી હતી. આ સાથે મલાઈકાનો શાનદાર દેખાવ પણ જોવા મળ્યો હતો.

મલાઈકા અને કરીના એક મિત્રના ઘરે સાથે હતા. તે દરમિયાન બહાર નીકળતી વખતે આ તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી હતી. તેમની આ ખાસ દોસ્તનું નામ છે મલ્લિકા ભટ્ટ. બેબો અને મલાઈકા બંને સાથે ત્યાં ડિનર પાર્ટી માટે પહોંચ્યા હતા.

કરીના કપૂર આ દરમિયાન ખુબ જ સિમ્પલ કપડામાં જોવા મળી હતી. કરીના કપૂરે આ ડિનર પાર્ટી માટે બ્લેક ટ્રેક અને ગ્રે ટોપ પહેર્યું હતું. સાથે મોઢા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યું હતું.

તો મલાઈકાનો અંદાજ ખરેખર જોવા જેવો હતો, તે દર વખતની જેમ આ વખતે પણ ફેશનેબલ કપડામાં જોવા મળી હતી. મલાઈકાએ પણ કોરોનાથી બચવા માટે ચહેરા ઉપર માસ્ક પહેર્યું હતું.

મલાઈકાએ પહેરેલા હિલ્સ પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. મલાઈકાએ કેમેરા સામે ઘણા બધા પોઝ આપ્યા હતા તો કરીના કેમેરાથી નજર બચાવતી જોવા મળી હતી. કરીનાનો બેબી બમ્પ પણ આ તસ્વીરોમાં સ્પષ્ટ નજર આવતો હતો.