મલાઇકા અરોરા કરીના કપૂરના ઘરની બહાર ખૂબ જ ગ્લેમરસ અવતારમાં સ્પોટ થઇ, જુઓ તસવીરો

બેકલેસ અવતારમાં જોવા મળી સલમાન ખાનની એક્સ ભાભી..જુઓ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા કોરોનાથી ઠીક થયા બાદ ઘણીવાર મુંબઇમાં અલગ અલગ જગ્યાએ સ્પોટ થતી હોય છે. તે કયારેક જિમ, કયારેક તેના મિત્ર સાથે ડિનર તે કયારેક તે તેના ડોગી સાથે વોક કરતી જોવા મળે છે. તે તેની ખાસ મિત્ર કરીના કપૂરના ઘરે તેને મળવા પહોંચી હતી.

Image source

મલાઇકા આ દરમિયાન ખૂબ જ ગ્લેમરસ જોવા મળી હતી. તેણે બેકલેસ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. ગુલાબી કલરના આ ડ્રેસ સાથે તેણે કાળા રંગનું માસ્ક પહેર્યુ હતું. જો કે, તે મેકઅપ વિના જોવા મળી હતી.

Image source

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેના બીજા બાળકને લઇને ચર્ચામાં છે. તેને ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. કરીના પ્રેગ્નેંસી દરમિયાન પણ કામમાં વ્યસ્ત રહે છે. તે આરામ કરવાની જગ્યાએ તેનું ધ્યાન કામમાં કેન્દ્રિત કરે છે.

Image source

તમને જણાવી દઇએ કે, ઘણીવાર કરીના અને મલાઇકાને તેમની ગર્લગેંગ સાથે સ્પોટ કરવામાં આવે છે. જે બાદ તેમની તસવીરો વાયરલ થાય છે. મલાઇકાને ગ્લેમરસ અને હોટ અવતારમાં કરીના કપૂર ખાનના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. કરીનાના ઘરની બહાર આવ્યા બાદ તેણે ઘણા પોઝ આપ્યા હતા.

તમને જણાવી દઇએ કે ઘણીવાર મલાઇકાના ડ્રેસ તેમનો લુક ટ્રોલર્સના નિશાને આવી જાય છે. પરંતુ આ વાતો પર મલાઇકા બિલકુલ પણ ધ્યાન દેતી નથી.

Image source

મલાઇકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Shah Jina