મલાઈકા આંટી દિવસે દિવસે ટૂંકા કપડા પહેરીને જોવા મળે છે – જુઓ તસ્વીરો…
બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા હંમેશા તેની ફિટનેસને લઇને સજાગ રહે છે. મલાઇકા તેની ફિટનેસને લઇને ઘણી ચર્ચામાં પણ રહે છે. તેને અવાર નવાર જીમ, યોગા ક્લાસ, ડાન્સ ક્લાસ વગેરે જગ્યાએ સ્પોટ કરવામાં આવે છે, અને પેપરાજી દ્વારા તેની ઘણી બધી તસવીરો ક્લિક કરવામાં પણ આવે છે.

મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજી તૈયાર હોય છે. આજે બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાને બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ઘણા કેઝયુઅલ લુકમાં જોવા મળી હતી,

મલાઇકા આ દરમિયાન ગ્રે આઉટફિટમાં જોવા મળી હતી. દર વખતની જેમ આજે પણ તે તેના એબ્સ ફલોન્ટ કરતી જોવા મળી હતી. કોરોના મહામારીને કારણે તેણે સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. તેમજ સ્પોર્ટ્સ શુઝ પણ પહેર્યા હતા.

મલાઇકા આ દરમિયાન સ્ટ્રીટ ડોગ સાથે પણ રમતી જોવા મળી હતી. મલાઇકા બધા જ લુકમાં ઘણી ખૂબસુરત લાગે છે. મલાઇકાને પેપરાજી દ્વારા અવાર નવાર સ્પોટ કરવામાં આવે છે અને મલાઇકા તે દરમિયાન ઘણા પોઝ પણ આપતી હોય છે અને તે તેની કર્વી બોડી પણ ફ્લોન્ટ કરતી જોવા મળતી હોય છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ મલાઇકાને તેની બહેન અને બોલિવુડ અભિનેત્રી અમૃતા અરોરાના ઘરે સ્પોટ કરવામાં આવી હતી. અમૃતા અરોરાની હાઉસ પાર્ટી દરમિયાન ઘણા સેલેબ્સને તેના ઘરે સ્પોટ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન મલાઇકા ઘણી ખૂબસુરત અને સ્ટાઇલિશ લાગી રહી હતી. મલાઇકાએ પાર્ટી માટે ખૂબ જ બોલ્ડ લુક કેરી કર્યો હતો. તેણે રેડ ડ્રેસ સાથે હિલ્સ અને રેડ માસ્ક કેરી કર્યુ હતુ.