મનોરંજન

લારી ઉપરથી ફળ ખરીદતા સ્પોટ થઈ આ ફેમસ અભિનેત્રી, સામે આવી તસવીરો, તમે પણ જુઓ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ મોટી અભિનેત્રી ગરીબોની જેમ લારી પર ગઈ અને… જુઓ તસ્વીરો

દેશભરમાં કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ સામાન્ય માણસોથી લઈને સેલેબ્રિટીઓ પણ હવે ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે આ દરમિયાન બોલીવુડના સિતારાઓ કેમેરાની નજરમાં કેદ પણ થતા હોય છે. હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરા પણ એક લારી ઉપરથી ફ્રૂટ ખરીદતા સ્પોટ થઇ હતી.

Image Source

મલાઈકા રોડ કિનારે ઉભી રહેલી ફ્રૂટની લારીઓમાંથી ફ્રૂટ ખરીદતા જોવા મળી હતી. તેની આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મલાઈકા મોટા ભાગે પોતાના ડોગી સાથે ફરતી જોવા મળે છે. તે ઘણીવાર તેની બિલ્ડિંગની આસપાસ પણ ફરવાનું પસંદ કરે છે.

Image Source

ફ્રૂટ ખરીદતી વખતે મલાઈકાએ પોતાની સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. તેને માસ્ક પહેર્યું હતું સાથે જ તેને સફેદ ટીશર્ટ પહેર્યું હતું.

Image Source

તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે મલાઈકા પોતાના ડોગીને વોક કરાવવા લઈને આવી છે. વોક દરમિયાન જ તેને પોતે ફ્રૂટ ખરીદવાનું નક્કી કર્યું, અને એક હાથમાં ડૉગીનો બેલ્ટ પકડીને તે ફ્રૂટ ખરીદતી જોવા મળી રહી છે.

Image Source

મલાઈકા તેની ફેશનને લઈને પણ હમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ ઉપરાંત તે તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે.

Image Source

પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા થયા બાદ મલાઈકા અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે તે પણ જોવા મળ્યું છે. ઘણી જગ્યાએ બંનેને સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે.