નિયોન બ્રાલેટ અને શોર્ટ્સમાં મલાઇકા અરોરાનો જોવા મળ્યો જીમ લુક, ટોન્ડ લેગ સાથે કર્વી ફિગર કર્યુ ફ્લોન્ટ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશાથી પોતાની ફિટનેસને કારણે ખબરોમાં બની રહે છે. તે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ અવાર નવાર ચર્ચમાં બનેલી રહેતી હોય છે. લગભગ દરરોજ મલાઇકાને પેપરાજી દ્વારા યોગા ક્લાસ કે જીમ જતી સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન તેનો લુક પણ જોવા જેવો હોય છે.હાલમાં જ મલાઇકા અરોરાને બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી યોગા ક્લાસ માટે નીકળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tupaki (@tupaki_official)

પ્રેમાળ મુસ્કાન સાથે મલાઇકાએ મીડિયાને ગ્રીટ કર્યુ અને કેમેરા માટે પોઝ પણ આપ્યા. મલાઇકા આ દરમિયાન નિયોન આઉટફિટ સાથે કેપ લગાવેલી જોવા મળી હતી. વધતી ઉંમરમાં પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન આપતા મલાઇકા પોતાનું કોઇ પણ વર્કઆઉટ સેશન મિસ નથી કરતી. ફિટનેસ ફ્રીક સેલેબ્સની લિસ્ટમાં મલાઇકાનું નામ ટોપ પર આવે છે. એવામાં મલાઇકા મલાઇકા પોતે તો ફિટ રહે છે સાથે સાથે પરિવાર અને ચાહકોને પણ ફિટનેસ માટે મોટિવેટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

મલાઇકા પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરવાનો મોકો ક્યારેય હાથમાંથી જવા દેતી નથી. અભિનેત્રીને જ્યારે પણ ટાઇમ મળે છે., તે તેની કાતિલ અદાઓના પરચમ લહેરાતા ચાહકોના દિલોને ઘાયલ કરી દે છે. 40ની ઉંમરનો આંકડો પાર કરી ચૂકેલી અભિનેત્રીનો લુક હજી પણ હસીન છે. મલાઇકાને બીચ અને બિકી કેટલી પસંદ છે તે તો બધા જ જાણે છે.મલાઇકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. જેને ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ત્યારે મલાઇકા તેના અંગત જીવનને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા કેટલાક વર્ષોથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આજે એક સિરિયસ રિલેશનશિપમાં છે. આજથી થોડા સમય પહેલા મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. આ અહેવાલોને મલાઈકા અને અર્જુને નકાર્યા હતા અને બકવાસ પણ ગણાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

આ દરમિયાન મલાઈકાએ અર્જુન સાથેના તેના સંબંધો વિશે હૃદય સ્પર્શી વાત કહી હતી. મલાઈકાએ કહ્યું હતું કે અર્જુન તેને અંદર અને બહાર સારી રીતે જાણે છે અને તેને હસાવતો અને ખુશ રાખે છે.તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુને ક્યારેય પોતાના સંબંધો કોઈથી છુપાવ્યા નથી. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે. જણાવી દઇએ કે, મલાઈકાએ અરબાઝ ખાન સાથે વર્ષ 1998માં લગ્ન કર્યા હતા, જે બાદ આ લગ્નથી તેને પુત્ર અરહાન ખાનનો જન્મ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by TVW NEWS India (@tvwnewsindi)

કહેવાય છે કે મલાઈકા અને અરબાઝની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. મલાઈકા અને અરબાઝ પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. જો કે, લગ્નના 19 વર્ષ બાદ 2017માં મલાઈકા અને અરબાઝે એકબીજાથી છૂટાછેડા લઈ સૌને ચોંકાવી દીધા હતા.

Shah Jina