47 વર્ષની મલાઇકાનું 12 વર્ષ નાના છોકરા જોડે ‘ઇલુ ઇલુ’ ચાલી રહ્યું છે, લફરું કરવા પર આપ્યો આ જવાબ કે લોકોની બોલતી બંધ
બી ટાઉનની સૌથી ચર્ચિત જોડી મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ વાતને લઇને તેઓ હંમેશા ચર્ચામાં છવાયેલા રહે છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે.
લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે પણ તેઓ એકસાથે રહેતા હતા. મલાઇકા પર ઘણીવાર સવાલ ઉઠાવવામાં આવે છે અને તેનું કારણ છે કે, તે તેનાથી લગભગ 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
જો કે, આનાથી અભિનેત્રીને કોઇ જ ફરક પડતો નથી તે પહેલા આ મુદ્દા પર જવાબ આપી ચૂકી છે. બોલિવુડની સૌથી સ્ટાઇલિશ દીવા અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત પર જવાબ પણ આપ્યો હતો.
મલાઇકા અરોરાએ લગ્નના ઘણા લાંબા સમય બાદ વર્ષ 2017માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. તે બાદ તેઓ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. જેને કારણે ઘણીવાર તેને ટ્રોલ કરવામાં આવે છે.
બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યુ હતુ કે, જયારે એક પુરુષ મૂવ ઓન કરે છે તો કોઇ વાત નહિ પરંતુ, જયારે કોઇ મહિલા મૂવ ઓન કરે છે તો તે પાપ કેમ છે ? જયારે એક પુરુષ તેનાથી નાની મહિલાને ડેટ કરે છે તો લોકો તેને ડ્યુડ કહે છે અને કોઇ મહિલા તેનાથી નાના પુરુષને ડેટ કરે છે તો લોકો કહે છે કે તે આખરે આ શુ ખોટું વિચારી રહી છે.
મલાઇકાએ કહ્યુ, પરેશાની ઉંમરમાં નથી. સમાજની મહિલાઓને નીચુ દેખાડવામાં કોઇ કસર છોડતુ નથી. જો તમે ઇંડિપેડેંટ અને મજબૂત મહિલા છો તો તમે સોફ્ટ ટાર્ગેટ છો. મને ઘણીવાર સોશિયલ મીડિયા પર સલાહ આ્રપવામાં આવે છે કે,
મારે મારી ઉંમરના હિસાબે કપડા પહેરવા જોઇએ. આનો શુ મતલબ છે ? તમે એ પહેરો છો જે તમને પસંદ છે. જો તમને મારા કપડાથી પરેશાની છે તો, તો એ મારી નહિ તમારી પરેશાની છે.
તેણે વધુમાં કહ્યુ હતુ કે, જો મારા પાર્ટનરની ઉંમર ઓછી છે તો તમને પરેશાની છે, હું તમને બધાને ખુશ કરવા માટે નથી આવી. વધતી ઉંમર સાથે હું લોકોની વોતથી કેવી રીતે નીકળવુ તે શીખી ગઇ છું.
લોકો મારા વિશે શુ વિચારે છે તે તેનાથી મને કોઇ ફરક પડતો નથી. લોકો તો કંઇ પણ કહેશે, લોકોનું કામ છે કહેવાનુ… તમને જણાવી દઇએ કે, વર્ષ 2019માં અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઇકા અરોરાએ આ રિલેશનને ઓફિશિયલ કર્યો હતો.
તેણે અર્જુન કપૂર સાથેે તેની પહેલી તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.