12 વર્ષ નાના અર્જુન કપૂરે 47 વર્ષની સલમાનની ભાભીને બાહોમાં લીધી, જુઓ નવી તસ્વીરો
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ, મોડેલ અને ડાન્સર મલાઈકા અરોરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા તેની પ્રોફેશનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ હવે જગ જાહેર છે. બંનેને ઘણી વાર સાથે સ્પોટ કરવામાં આવે છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ મલાઈકાએ એવી તસ્વીર શેર કરી છે. જેનાથી ફેન્સનું દિલ પણ તૂટી શકે છે. મલાઈકાએ અર્જુન કપૂર સાથે તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
હાલમાં જ મલાઈકા અને અર્જુન ધર્મશાળા ફરવા ગયા હતા. આ ટ્રીપમાં કરીના, સૈફ અને તૈમુર પણ હતા. ધર્મશાળાથી મલાઈકાએ તસ્વીર શેર કરી હતી જેમાં સાફ જોઈ શકાય છે કે તે કેટલો આનંદ માણી રહી છે. પરંતુ મલાઈકાએ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે એક પણ તસ્વીર શેર કરી ના હતી. પરંતુ હવે ધર્મશાળા ટ્રીપમાંથી પાછા ફરીને એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તેની અને અર્જુનની તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram
આ ફોટોમાં મલાઇકા અને અર્જુન એક સાથે ખુબ સુંદર નજરે આવી રહ્યા છે. જ્યારે એક્ટ્રેસ અર્જુન કપૂરના ખભા પર હસતી નજરે ચડે છે, ત્યારે અર્જુને પણ મલાઈકાને પાછળથી ખૂબ જ પ્રેમથી પકડી છે. એક્ટ્રેસનો આ ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય લોકો પણ કમેન્ટ કરીને ફોટાની પ્રશંસા કરી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે મલાઇકાએ અર્જુન માટે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું કે, જબ તુમ સાથ હોતે હો તો કોઈ લમ્હા માયુસ ભરા નહીં હોતા…
View this post on Instagram
મલાઈકાની તસ્વીર શેર કર્યા બાદ તેના પર લાઇક્સ અને કમેન્ટ આવે છે. આ તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે. મલાઈકાની આ તસ્વીર પર અર્જુને પણ પ્રતિક્રિયા આપી છે. અર્જુને કમેન્ટમાં લખ્યું છે કે, મૈં માનતા હું.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મલાઇકા અને અર્જુનના અફેરના સમાચારો આવી રહ્યા છે, પરંતુ એક્ટ્રેસએ ગયા વર્ષે અર્જુન કપૂરના જન્મદિવસ પર તેના સંબંધોને જાહેર કર્યા હતા. અર્જુન અને મલાઈકા એક વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંને ઘણીવાર સાથે જોવા મળે છે. મલાઇકા અને અર્જુનની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે, જેના કારણે બંનેને પણ ઘણી વાર ટ્રોલ કરવામાં આવે છે. હવે ચાહકો મલાઇકા અને અર્જુનના લગ્નની રાહ જોઈ રહ્યા છે કે કયારે બંને લગ્ન કરશે.
View this post on Instagram