અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા 47 વર્ષની ઉંમરમાં બનવા ઇચ્છે છે એક દીકરીની માતા

Oops 47 વર્ષના મલાઈકા ભાભીને હજુ એક છોકરું જોઈએ છે, જુઓ શું શું કહ્યું

બોલિવુડની ફિટનેસ ક્વીન મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તે કેટલાક યોગ વીડિયો પણ ચાહકો સાથે શેર કરે છે. આ સાથે તે તેના બેબાક નિવેદનોને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેણે જણાવ્યુ કે, તે હંમેશાથી ઇચ્છતી હતી કે તેની એક દીકરી હોય.

ટીવીનો ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર 4″ના સ્ટેજ પર મલાઇકા અરોરા જજ બનીને પહોંચી છે. ત્યાં એક નાની કંટેસ્ટન્ટની પર્ફોમન્સ જોઇ તે એટલી ઇંપ્રેસ થઇ જાય છે કે તે તેની દિલની ઇચ્છાઓને વ્યક્ત કરી દે છે.

શોના રેટ્રો સ્પેશિયલ એપિસોડમાં 6 વર્ષની કંટેસ્ટન્ટ ફલોરિના ગોગોઇએ ‘ડિસ્કો સ્ટેશન’ ગીત પર પરફોર્મ કર્યુ. ફલોરિનાના જબરદસ્ત ડાંસ મૂવ્સ જોઇ મલાઇકા ખૂબ જ ઇંપ્રેસ થઇ જાય છે. મલાઇકા ફલોરિનાને કહે છે, હું તને મારા ઘરે લઇ જઉં ? મારો દીકરો છે. હું ઘણા સમયથી કહુ છુ કે કાશ મારી એક દીકરી હોય.

મલાઇકાએ આગળ કહ્યુ કે, મારી પાસે કેટલાક ખૂબસુરત કપડા અને ચંપલ છે અને તેને પહેરવા વાળુ કોઇ નથી. તે બાદ મલાઇકા ફલોરિનાને ગળે લાગાવી તેને કિસ કરે છે.

તમને જણાવી દઇએ કે, સુપર ડાંસરનું શુટિંગ દમણમાં શિફટ થવાને કારણે જજ અને આવનાર ગેસ્ટને લગભગ 1 દિવસ તો અહીં વીતાવવો જ પડે છે અને સુપર ડાંસરની જજ શિલ્પા શેટ્ટીની દીકરી 1 વર્ષની હોવાથી આ સમયે તે બાળક અને પરિવાર સાથે રહેવા ઇચ્છે છે. આ જ કારણ છે કે દમણમાં શુટિગ ચાલી રહ્યુ હોવાથી તેણે બ્રેક લીધો છે. મુંઇમાં શુટિંગ ફરી શરૂ થતા જ તે તેની ટીમને જોઇન કરી લેશે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેણે વર્ષ 2019માં આ રિલેશનશિપને ઓફિશિયલ કરી હતી. તે તેના રિલેશનને લઇને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina