મનોરંજન

જ્યારે મલાઈકાએ પુર્વ પતિના પરિવાર માટે કહી હતી આ મોટી વાત, જણાવી હતી એક ખાસ ઈચ્છા

અભિનેત્રી મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થયાના લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. બંન્નેના રસ્તાઓ અલગ અલગ થઇ ગયા છે અને બંન્ને પોત-પોતાના જીવનમાં વ્યસ્ત છે અને આગળ વધી ચુક્યા છે. એક સમય હતો કે જયારે રોમેન્ટિક કપલ તરીકે મલાઈકા-અરબાઝનું ઉદાહરણ આપવામાં આવતું હતું.

Image Source

મલાઈકા અરોરાએ ખાન પરિવારના અભિનેતા અરબાઝ ખાન સાથે વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા તે સમયે તેની ઉમર માત્ર 23 વર્ષની જ હતી. એવામાં મત-ભેદને લીધે વર્ષ 2017 માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. લગ્નના સમયે મલાઈકા એક મોડલના સ્વરૂપે પણ કામ કરતી હતી.

Image Source

બંન્નેના છૂટાછેડા થયાના પહેલા મલાઈકાએ ઘણા ખુલાસાઓ પણ કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું હતું કે જયારે તેણે અરબાઝ ખાનને જોયા હતા ત્યારે જ તેણે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો.

Image Source

મલાઈકાએ એવું પણ કહ્યું હતું કે મને ગર્વ છે કે મારો સંબંધ ઇન્ડસ્ટ્રીના મોટા ખાન પરિવાર સાથે છે. તે શાહરુખ ખાન સાથે ડાન્સ કરી શકે છે અને ઘરે બેસ્ટ અભિનેતા સલમાનન ખાન છે. મલાઈકાએ ઇન્ટરવ્યૂમાં પોતાની એક ખાસ ઇચ્છા જણાવતા કહ્યું હતું કે તે આગળના જન્મમાં પણ તે ખાન પરિવારની વહુ જ બનવા માંગે છે.

Image Source

મલાઈકાએ સલમાન વિશે કહ્યું કે તે ખુબ જ ઓછું બોલે છે, પણ તેનું મન ખુબ મોટું છે. જો સલમાનનો અસલી રંગ જોવો હોય તો તેને બાળકોની સાથે જુઓ. સલમાનને બાળકો સાથે ખુબ લગાવ છે, અને તે બાળકોની સાથે બાળક બનીને ખુબ ધમાલ-મસ્તી પણ કરે છે.

Image Source

તે સમયે મલાઈકાએ ‘અમર અકબર એન્થની’ ફિલ્મની સિક્વલ બનાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી અને સાથે જ કહ્યું હતું કે સલમાનની સાથે તે કૈટરીના કૈફને ફિલ્મમાં લેવાનું પસંદ કરશે.

Image Source

છૂટાછેડા થયા પછી જ્યા એક તરફ અરબાઝ ખાન વિદેશી મહીલા જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે જયારે બીજી તરફ મલાઈકા અરોરા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા-અર્જુનને લઇને ઘણી બાબતો મીડિયામાં ચર્ચાનો વિષય બનતી રહે છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એક સાથે જોવા મળી જ જાય છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.