મનોરંજન

અરબાઝ સાથેની દોસ્તી પર મલાઈકાએ કહ્યું-”તે મારા દીકરાના પિતા છે, તેને નજરઅંદાજ ન કરી શકાય અને…”

અભિનેત્રી મલાઈકા અરોરા મોટાભાગે ચર્ચાનો વિષય બની રહે છે, ક્યારેક પોતાની ફેશન સ્ટાઇલ, ક્યારેક પોતાની હોટ તસ્વીરો તો ક્યારેક અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને અવારનવાર તે ચર્ચાનું કારણ બની રહે છે. જો કે મલાઈકાએ પોતાના પતિ અરબાઝ ખાન સાથે ઘણા સમય પહેલા જ છૂટાછેડા લઇ લીધા છે અને હાલ તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં મલાઈકા પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરી રહી હતી ત્યારે તેની બહેન અમૃતા અરોરા પણ તેની સાથે હતી. એવામાં તેને સવાલ કરવામાં આવ્યો કે આખરે કેવી રીતે છૂટાછેડા થઇ ગયા હોવા છતાં અરબાઝ સાથે મલાઈકા અને તેની બહેન અમૃતાની મિત્રતામાં બદલાવ નથી આવ્યો?

જવાબમાં અમૃતાએ કહ્યું કે, સંબંધ રાતોરાત નથી બનતા, તેને બનવામાં ઘણો સમય લાગી જાય છે. તે બધા માટે ખાસ અને વ્યક્તિગત હોય છે. તમે તેને એકદમ જ તોડી ન શકો. તે એક સ્વતંત્ર જોડાણ છે જે મારા માતા-પિતા, બહેન અને બહેનના પતિ સાથે છે. અરબાઝ પણ તેના માતા-પિતા માટે દીકરાની જેમ છે અને બહેન અને બહેનના પતિ માટે મિત્રની જેમ છે, એક પરિવારની જેમ છે. આખરે તે મારા દીકરા અરહાનના પિતા છે. તેને ઉપેક્ષિત, નજરઅંદાજ કે દફન કે અવગણી ન શકાય”.

Image Source

મલાઈકા અને અરબાઝે વર્ષ 2017 માં છૂટાછેડા લીધા હતા. બંન્નેનો 16 વર્ષનો દીકરો અરહાન છે. મલાઈકા કહે છે કે અરહાન તેની માસી અમૃતાથી એકપણ વાત છુપાવતો નથી. તેની એક ગર્લફ્રેન્ડ હોય કે પછી દસ હોય તે બધું જ તેની માસી અમૃતાને જણાવે છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


અર્જુન કપૂર સાથેના રિલેશન પર મલાઈકાએ કહ્યું કે હાલ તો તેઓ લગ્ન વિશે વિચારી નથી રહયા અને એકબીજાને જાણવા-સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. લગ્નની તારીખ નક્કી થશે તો તેઓ જાતે જ તેનો ખુલાસો કરી દેશે. માટે હાલ અમારા લગ્નની અફવાઓ પર વિરામ મૂકી દેવો જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks