ખબર ફિલ્મી દુનિયા

જયારે પ્રેગ્નેન્સીને લઈને મલાઈકા અરોરાએ કર્યો આ ખુલાસો, જે કીધું એ સાંભળીને બધા જ લોકો રહી ગયા હેરાન

મલાઈકા અરોરા આજકાલ અર્જુન કપૂરના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. આ વચ્ચે હાલમાં જ મલાઈકા અરોરાનો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Image source

હાલમાં જ મલાઈકા અરોરાનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેને પ્રેગ્નેન્સીને લઈને હેરાન કરનારા ખુલાસા કર્યા હતા. મલાઈકા અરોરા થોડા વર્ષ પહેલા નેહા ધૂપિયાના ચેટ શોમાં ગઈ હતી. જ્યાં તેની પર્સનલ લાઈફને લઈને ખુલાસો કર્યો હતો. આ શોમાં તેની પ્રેગ્નેન્સીને લઈને વાત કરી હતી.

Image source

મલાઈકા અરોરાએ જણાવ્યું હતું કે, મેં પપ્રેગ્નેન્સી પહેલા પણ કામ કર્યું હતું. ડિલિવરીના 40 દિવસ બાદ ફરી કામ પર પરત ફરી હતી. મેં મારા બાળકને 40 દિવસ આપ્યા હતા. કારણકે મારી માતા કહેતી હતી કે, તારે આરામ તો કરવો પડશે જ. બાદમાં 40 દિવસ બાદ જ ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું હતું.

Image source

જણાવી દઈએ કે, 2009માં મલાઈકા તેની બીજી પ્રેગ્નેન્સીને લઈને ખબર આવી હતી. એક ફેશન શોમાં રેમ્પ વોક કરતા એવી તસ્વીર સામે આવી હતી જેમાં બેબી બંમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પરંતુ બીજી પ્રેગ્નેન્સીને અફવાહ જ જણાવી હતી.

મલાઈકા અને અરબાઝ લગભગ 5 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 1998માં લગ્ન કર્યા હતા. 2016માં બંને અલગ-અલગ રહેવા લાગ્યા હતા. 2017માં કાનૂની રીતે અલગ થઇ ગયા હતા. બંનેને 18 વર્ષનો દીકરો છે. જે મલાઈકા સાથે રહે છે.

Image source

હાલ તો મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેઓએ એક ચેટ શોમાં તેમના લગ્ન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું- હું વ્હાઇટ વેડિંગ કરવા માંગુ છું. જે દરિયા કિનારે છે. હું લગ્નમાં બધું સફેદ કરવા માંગું છું. એલી સાબ ગાઉન પહેરીશ.બ્રાઈડસમેટ્સ મારી ગર્લગેંગ હશે.

આ દરમિયાન તેણે તેની પૂર્વ સાસુ સલમા ખાન વિશે ખુલાસો કર્યો હતો કે, તે મારા કામની મોટી ફેન હતી. તેઓએ ક્યારેય મારા પર કોઈ દબાણ ન મૂક્યું અને તેથી જ મેં મારું કાર્ય શ્રેષ્ઠ રીતે કર્યું.

Image source

મલાઈકાએ જણાવ્યું હતું કે, ખાન પરિવાર ખૂબ જ મોર્ડન છે અને તેમની રીત પણ ખૂબ જ મોર્ડન છે. દરેકને ત્યાં સમાન રીતે વર્તે છે. તેણે કહ્યું કે જો તે ફરી જન્મ લે છે, તો તે ફરીથી તે જ ઘરમાં લગ્ન કરવા માંગશે અને ખાન પરિવારની વહુ બનવા માંગશે.

Image source

આ મુલાકાતમાં મલાઈકાએ એક્સ હસબન્ડ અરબાઝ ખાન વિશે પણ ઘણી વાત કરી હતી. તેણે કહ્યું હતું- મને લાગે છે કે તે એવી વ્યક્તિ છે જેનો પોતાને પર ખૂબ વિશ્વાસ છે. અને મને લાગે છે કે જો તમને તમારામાં આ પ્રકારનો વિશ્વાસ છે તો ઘણી વસ્તુઓ બદલી શકાય છે. તેથી આ પ્રકારના મુદ્દાઓ ખરેખર અમને પરેશાન કરતા નહોતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.