પેન્ટ પહેર્યા વગર નીકળી પડી મલાઈકા અરોરા? ફેન્સ ચોંકી ગયા કહ્યું કે ભાભી એવી તો શું ઉતાવળ હતી?
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. બધા લોકો જાણે જ છે કે મલાઇકા અરોરા ફિટનેસ ફ્રીક છે અને તે તેની ફિટનેસ બાબતે સજાગ રહે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે. ત્યારે હાલમાં જ મલાઇકાને સુપર બોલ્ડ અલતારમાં સ્પોટ કરવામાં આવી હતી.

મલાઇકાને ફરી એકવાર સ્ટાઇલિશ અંદાજમાં ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તેનો આ લુક શીક અને કુલ સ્ટાઇલનુ પરફેક્ટ બ્લેંડ લાગી રહ્યો હતો. આ હસીનાએ ઘૂંટણ સુધીનો શર્ટ કેરી કર્યો હતો. આજ કાલ તો શોર્ટ ડ્રેસ મલાઇકાની ફેવરેટ બનેલી છે.

મલાઇકાને હાલમાં જ મુંબઇમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની કેટલીક શાનદાર તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. મલાઇકાએ આ દરમિયાન જે ડ્રેસ પહેર્યો હતો, તેની ખૂબ ચર્ચા પણ થઇ રહી હતી.
મલાઇકાએ ઘણો કૂલ અને કંફર્ટેબલ વન પીસ ડ્રેસ પહેર્યો હતો. તેણે આ લુકને પૂરો કરવા માટે સ્પોર્ટ્સ શુઝ અને બેગ કેરી કર્યુ હતુ. આ સાથે જ તેણે સેફટી માટે અને કોરોનાને ધ્યાને રાખી માસ્ક પણ પહેર્યુ હતુ. મલાઇકા તેના મિત્ર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે લંચ પાર્ટી માટે ગઇ હતી. જેમાં તેની બહેન અને અન્ય કેટલાક નજીકના મિત્રો પણ સામેલ થયા હતા.
મલાઇકા અરોરાને વર્ષ 2018માં આ ડ્રેસમાં ત્યારે સ્પોટ કરવામાં આવી હતી, જયારે કે એક સલૂનની બહાર નીકળી રહી હતી. તે બાદ તેને મિત્રો સાથે ગેટ ટુ ગેધર્સ દરમિયાન પણ આ આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી.
મલાઇકાએ આ ડ્રેસ Zaraથી લીધી હતી અને ઇન્ટરનેટ પરની જાણકારી અનુસાર આ ડ્રેસની કિંમત 5068 રૂપિયાથી લઇને 9000 સુધીની છે. મલાઇકાએ તેના હાથમાં ફ્રેંચ લગ્ઝરી ફેશન હાઉસ Louis Vuitton નું બેગ લીધુ હતુ. આ બેગની કિંમત $2,400 છે, જે ભરતીય કરન્સી અનુસાર લગભગ 1,78,771 રૂપિયા છે.
જો કે, મલાઇકાની આ તસવીરોને ચાહકોએ ઘણી પસંદ કરી છે, પરંતુ આ આઉટફિટને કારણે મલાઇકા ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. કેટલાક યુઝર્સ આ તસવીરો પર અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે અને એક યુઝરે તો કહી દીધુ કે મલાઇકા ઘરેથી પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઇ લાગે છે.