મલાઇકા અરોરાએ મેકઅપ વગર બેડરૂમમાં બેડ પર ઉંધી આળોટતી દેખાઈ, ફેન્સે કહ્યું અત્યંત બોલ્ડ દેખાઈ રહી છે

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા જાણે છે કે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો. મલાઈકા અરોરાની કારનો 2 એપ્રિલના રોજ અકસ્માત થયો હતો. મલાઈકાએ આ અકસ્માત વિશે ઘણી વખત વાત કરી છે. તેણે કહ્યું હતું કે અકસ્માત બાદથી આઘાતમાં છે. આવી સ્થિતિમાં, મલાઈકાએ આ અકસ્માતને કારણે થયેલી ઈજાના નિશાન હવે તેની નવી તસવીરોમાં બતાવ્યા છે. મલાઈકાનો અકસ્માત મહારાષ્ટ્રના ખોપોલીમાં થયો હતો. તે એક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી ત્યારે ત્રણ વાહનોની ટક્કર થઈ હતી.

આ ટક્કરમાં મલાઈકાની કારની હાલત ખરાબ થઈ ગઈ હતી, સાથે જ તેના કપાળમાં પણ ઈજા થઈ હતી. અકસ્માત બાદ મલાઈકા અરોરાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેને એક રાત હોસ્પિટલમાં રાખ્યા બાદ ઘરે મોકલી દેવામાં આવી હતી. હવે મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તેના નિશાનની તસવીર શેર કરી છે. મલાઇકાએ રવિવારના રોજ તેના બેડરૂમમાંથી ચાર તસવીરો શેર કરી છે. આ ઉપરાંત અન્ય એક તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં શેર કરી છે.

આ તસવીરમાં મલાઈકા અરોરા કારમાં બેસીને જયુસ પી રહી છે. તેના કપાળ મોટી ઈજાના નિશાન જોઈ શકાય છે. મલાઈકા અરોરાએ જે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તેમાં તે દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. મલાઈકાની તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે ખુલ્લા વાળ અને નો મેકઅપ લુકમાં બેડ પર સૂઈ રહી છે.

તેણે સફેદ આઉટફિટ પહેર્યો છે. મલાઈકા અરોરા ફુલ એન્જોયના મૂડમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં તે પોતાનો અડધો ચહેરો ઢાંકતી અને જીભ બહાર કાઢીને પોઝ આપતી જોવા મળે છે. મલાઈકા અરોરાની એક તસવીરમાં તેના કપાળ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાય છે. અત્યાર સુધી મલાઈકા પોતાની ઈજા છુપાવતી હતી. હવે પહેલીવાર તેણે ફેન્સ સાથે પોતાની ઇજા શેર કરી છે. મલાઈકા અરોરાએ અકસ્માત બાદ કામ પરથી રજા લઈ લીધી છે.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની ઘણી તસવીરો પણ વાયરલ થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં અકસ્માતની ઘટના વિશે વાત કરતા મલાઈકાએ કહ્યું હતું કે, ‘આ એ છે જે હું બિલકુલ યાદ રાખવા માંગતી નથી. હું શરીરમાંથી સાજી થઈ ગઇ છુ. પરંતુ, મારા મગજમાંથી આ વાત નીકળી રહી નથી. મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી, જેમાં તેણે અકસ્માતની અગ્નિપરીક્ષા સમજાવી હતી.

પોસ્ટમાં મલાઈકાએ લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે કંઈક એવું થયું કે જેના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. જ્યારે પણ હું તેના વિશે વિચારું છું, ત્યારે તે કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે. કંઈક કે જે પહેલાં ક્યારેય બન્યું નથી. સદનસીબે, અકસ્માત પછી હોસ્પિટલના સ્ટાફે મારી ખૂબ કાળજી લીધી. મને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરનાર તમામ લોકોનો પણ આભાર. ખાસ કરીને મારો પરિવાર જે આખો સમય મારી સાથે ઉભો હતો.

Shah Jina