મનોરંજન

પ્રેમી અર્જુન કપૂરના કાકાએ મલાઈકા અરોરાની ઉડાવી મજાક, આ ફોટો વિશે કહ્યું આવું

બોલિવૂડના કલાકાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાને સંબંધોને લઈને કાયમ ચર્ચામાં છવાયેલા રહે છે. આ બંને ક્યાંક ને ક્યાંક તો સાથે સ્પોટ કરવામાં આવે છે. એટલું જ નહિ બંને એકબીજાના પરિવાર સાથે સમય પસાર કરતા હોય છે.  એકબીજાની પોસ્ટમાં કોમેન્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ બંને  ઘણા એકટીવ રહે છે.

હાલમાં જ મલાઈકાએ ઇન્સ્ટાગ્રામમાં એક ફોટા પોસ્ટ કર્યો હતો. તેમાં અર્જુનના કાકા એટલે સંજય કપૂરે મજાકમાં કોમેન્ટ કરી હતી. જણાવીએ કે સંજય મલાઈકા સાથે મજાક-મસ્તી કરતા જ હોય છે. આ ફોટાના બેકગ્રાઉન્ડમાં વાદળી રંગ વધારે જોવા મળે છે. તેને જોઈને સંજય કપૂરે મસ્તીમાં કોમેન્ટ કરી હતી. સંજય કપૂરે મજાકીયા અંદાઝમાં લખ્યું હતું કે,”બાલીનું સમુદ્ર આટલું પણ બ્લુ નથી.”

 

View this post on Instagram

 

Saturday blues 👖👕🧢🦋🐬 pic credit @sarvesh_shashi…. Hi Follow me on @helo_indiaoffical ……. DONT FORGET

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

સંજયની આ કોમેન્ટ તેમને ચાહકોને ખુબ જ પસંદ આવી હતી. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અર્જુન અને મલાઈકાનો ફોટો આવ્યો હતો. જેને કારણે તેમને ટ્રોલ થવું પડ્યું હતું. રક્ષાબંધનના દિવસે મલાઈકાના એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં શ્વેતા બચ્ચન, ચંકી પાંડે, ફરાહ ખાનની સાથે મલાઈકા અને અર્જુન જોવા મળ્યા હતા. આ ફોટામાં અર્જુનને જોઈ સોશ્યિલ મીડિયા યુઝર્સએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

થોડા દિવસ પહેલા મલાઈકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “અર્જુનની સાથે લગ્નની અફવા એક અફ્વા જ છે. હાલ તો અમે લગ્ન નથી કરવાના.  હાલ તો અમે બન્ને જેમ છીએ તેમ ખુશ છીએ.”

 

View this post on Instagram

 

Thank You For The Lovely Products @moroccanoil_in 😍 I Love how beautiful this crystal-studded bottle is!

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકાએ વધુમાં જણાવ્યું હતું કે, “મીડિયામાં અમારા બંનેના લગ્નને લઈને કેટલીક અફવાઓ ચાલી રહી છે. પરંતુ હું કહેવા માંગુ છું કે આવી અફવાઓને વેગ ના આપવો જોઈએ. મીડિયાવાળાએ લોકોએ ભ્રમિત ન કરવા જોઈએ.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks