બોલિવૂડની સાથી હોટ એક્ટ્રેસની કેટેગરીમાં આવે છે મલાઈકા અરોરા, એક વાત તેની સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. તે છે કે તે દરેક બદલાતા દિવસની સાથે ખૂબ જ સુંદર દેખાતી જાય છે. તે કદાચ એવી પહેલી અભિનેત્રી છે કે જે જાણે છે ઈન્ડિગો જીન્સથી લઈને પેસ્ટલ કો-ઓર્ડર સુધી, ફ્લોરોસન્ટ શોર્ટ સૂટથી લઈને સાડી સુધીનું સારી રીતે પહેરવાની જાણે છે. આ જ કારણ છે કે અભિનેત્રીઓ તેમના મનપસંદ દેખાવને પુનરાવર્તિત કરવામાં ક્યારેય સંકોચ કરતી નથી.
View this post on Instagram
જોકે, આજકાલ મલાઇકાની ફેશન સેન્સની ઓછી અને તેની લવ લાઈફની ચર્ચાઓ વધુ હેડલાઇન્સ બની રહી છે અને એવો જ એક સમય જોવા મળ્યો જ્યારે મલાઇકા પહેલીવાર અર્જુન કપૂરના આખા પરિવારને નવી નવેલી દુલ્હનની જેમ તૈયાર થઈને મળ્યા પહોંચી હતી. આ પ્રસંગ સોનમ કપૂરના જન્મદિવસનો હતો, જ્યાં મલાઇકા પાર્ટીની થીમથી અલગ જ આએકદમ નઈ નવેલી દુલહનવાળા અવતારમાં જોવા મળી હતી. જોકે, મલાઈકાને જોતી વખતે કેટલાક લોકોએ તેના લૂકની મજાક ઉડાવી હતી, પરંતુ તે જ સમયે, ઘણા લોકોએ તેની સ્ટાઇલ પસંદ કરી હતી. મલાઈકા અરોરાના આ લુક સામે દીપિકા-અનુષ્કા ટકી શકે નહિ, સાડી પહેરી હતી જેમ તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

આ દરમિયાન મલાઈકા ડિઝાઇનર રોહિત બાલની ડિઝાઇન કરેલી સફેદ અને ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી, જે ભરતકામના દોરા સાથે લાલ અને સોનેરી રંગના મોટા ફૂલોથી બનેલી હતી. આટલું જ નહીં, બોટકટ સ્લીવ્ઝવાળા બેકલેસ બ્લાઉઝ પણ આ સાડીની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. જેની સાથે મલાઈકા તેના લુક સટલ મેકઅપ સાથે હેવી હાઇલાઇટર અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

મલાઈકાના ઓવરઓલ લુક વિશે વાત કરો, તો તેને આ સાડી સાથે ત્રણ સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી હતી. જેમાં નીલમણિ અનકટ ડાયમંડની બનેલી રીગલ ચોકર, એક મોટો મંગા ટિક્કા અને એક વીંટી શામેલ છે. આટલું જ નહીં, તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે મલાઇકાના હાથમાં તેજસ્વી ગુલાબી રંગનો ક્લચ પણ લીધો હતો, જે તેની સાડી પરના ફ્લોરલ પેલેટ જેવો જ હતો. તમને જણાવી દઈએ કે દીપિકાએ આ સાડી મલાઇકા કરતા પહેલા પહેરી છે જેને નેક બ્લાઉઝથી તેના લુકને કમ્પ્લીટ કર્યું હતું. મલાઈકા અરોરાના આ લુક તેમને ‘બુદ્ધ’ કહેવાવાળા ટ્રોલર માટે ‘થપ્પડ’થી ઓછું નથી.

જણાવી દઈએ કે મલાઇકા કેમ આવા લુકમાં જોવા મળી હતી કારણ કે તે સોનમ કપૂરની બર્થડે પાર્ટીથી પહેલા તેના સ્ટાઇલિશ મેનકા હરીસિંગની લગ્નમાં ભાગ લેવા પહોંચી હતી, જેના માટે તેણે ખૂબ જ નાઈ નવેલી દુલહનવાળો લુક અપનાવ્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.