ન્યુ યરની રાત્રે છવાઇ ગઇ મલાઇકા અરોરા, એવા અંદાજમાં નીકળી બહાર કે મચી ગઇ સનસની

ક્રોપ ટોપ, ચમકદાર પેન્ટ…ન્યુયરની રાત્રે ગજબ સ્ટાઇલમાં નીકળી મલ્લા, થઇ ગયો હલ્લો !

બોલિવુડની બોલ્ડ હસીના મલાઈકા અરોરાની ગ્લેમરસ સ્ટાઈલ અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. 50 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરા પોતાની ફેશન સેન્સ અને ફિટનેસથી બધાને પોતાના દિવાના બનાવે છે. તાજેતરમાં પણ મલાઈકાએ આવું જ કંઈક કર્યું.

ન્યુ યરની સાંજે મલાઈકા અરોરા સફેદ ક્રોપ ટોપ અને ચમકતા પેન્ટમાં ઘરની બહાર આવી હતી. મલાઈકા અરોરાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલમાં ધૂમ મચાવી દીધી. મલાઈકા અરોરા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ખૂબ જ સિઝલિંગ સ્ટાઈલમાં પાર્ટી કરવા નીકળી હતી. તેણે વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું, જે સ્ટાઈલિશ અને બેકલેસ હતું.

આ સાથે સ્પાર્કલિંગ નિયોન પેન્ટ પહેર્યુ હતું. મલાઈકા અરોરાના ચમકદાર નિયોન પેન્ટે તો સમગ્ર સોશિયલ મીડિયાની લાઇમલાઇટને આકર્ષિત કરી દીધી હતી. આ દરમિયાન તેણે સૂક્ષ્મ-શિમરી મેકઅપ અને ડાર્ક લિપસ્ટિક સાથે પાર્ટી લુક પૂર્ણ કર્યો હતો અને વાળને પાછળ સિમ્પલ બનમાં કેરી કર્યા હતા.

મલાઈકાએ સ્પાર્કલિંગ પેન્ટની સાથે વ્હાઇટ સિક્વિન હેન્ડબેગ પણ કેરી કરી હતી. તે તેની બિલ્ડીંગમાંથી સિઝલિંગ સ્ટાઈલમાં બહાર આવી અને પેપરાજીને પોઝ આપ્યા બાદ કારમાં બેસી ગઇ. મલાઈકા અરોરાના ન્યૂ યર પાર્ટીના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી હાલમાં ઝલક દિખલા જામાં જજ તરીકે જોવા મળે છે. ઝલક દિખલા જા ઉપરાંત, મલાઈકા અરોરા ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaika_arora_hot)

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સ્ટાઈલિશ દેખાવામાં કોઈ કસર છોડતી નથી. મલાઈકા અરોરા અવાર નવાર કોઇા કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના જીમ કે પાર્ટી લુકને કારણે પણ છવાઇ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaika_arora_hot)

ત્યારે હાલમાં જ મલાઇકાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં હસીના સુંદરતામાં બધાને માત આપી રહી છે. મલાઈકા અરોરાના સ્ટાઇલિશ ડ્રેસે તેના દેખાવમાં ગ્લેમર ઉમેર્યું છે. 49 વર્ષની ઉંમરે પણ મલાઈકા અરોરાની બોલ્ડનેસ અટકવાનું નામ નથી લઈ રહી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaika_arora_hot)

જ્યારે પણ મલાઈકા તેની સુંદરતા બતાવે છે ત્યારે તેના વખાણ કરનારા લોકોની લાઈન લાગી જાય છે. તાજેતરમાં પણ કંઈક આવું જ બન્યું. મલાઈકા બોલ્ડ ફ્લોર ટચ ગાઉનમાં સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરાથી ઓછી દેખાઈ રહી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

મલાઈકા અરોરાએ જે આઉટફિટ પહેર્યો છે, તેના ગળા પર ગોલ્ડન સ્ટોન વર્ક છે. મલાઈકા અરોરાના ડ્રેસની આગળની બાજુએ રાઉન્ડ શેપમાં મોટો કટ છે, જ્યાં દરેકની નજર અટકી ગઈ છે. મલાઈકા અરોરાએ મેટ ફિનિશ મેકઅપ સાથે ચમકદાર આઈશેડો સાથે લાઈટ બ્રાઉન લિપ શેડ અને પોનીટેલમાં લુક કંપલીટ કર્યો છે. મલાઈકા અરોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હસીનાએ ક્યારેય ફિલ્મોમાં કામ કર્યું નથી.

પરંતુ ફિલ્મોમાં તેના ખાસ ડાન્સ પરફોર્મન્સે ઘણી પ્રશંસા મેળવી છે. મલાઈકાના ચલ છૈયાં છૈયાં અને મુન્ની બદનામ હુઈ જેવાં ઘણાં સ્પેશિયલ પર્ફોર્મન્સ માટે જાણિતી છે. મલાઈકા અરોરાએ ઘણા રિયાલિટી શોને જજ પણ કર્યા છે. તાજેતરમાં જ મલાઈકાએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર એક શો સ્ટ્રીમ કર્યો હતો જેમાં હસીનાએ વિવિધ સેલેબ્સ સાથે તેના જૂના દિવસોની વાર્તાઓ વર્ણવી હતી.

મલાઇકા અવાર નવાર તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા ઘણા વર્ષોથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અને અર્જુનની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. બંને ઘણી વખત એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં છે. બંને અવાર નવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પણ સ્પેન્ડ કરે છે.

બોલિવૂડની ફેમસ આઈટમ ગર્લ અને હેન્ડસમ હંક એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પોતાની અનોખી સ્ટાઈલ અને અનોખી ફેશન સેન્સ માટે ખૂબ જ ફેમસ છે. મલાઈકા અરોરાની ફેશન સેન્સથી લઈને તેની ફિટનેસના ઘણા વખાણ થઈ રહ્યા છે. મલાઈકા યોગ અને જીમમાં સખત મહેનત કરીને પોતાને ફિટ રાખે છે અને યુનિક ડ્રેસ પહેરીને પણ પોતાની સ્ટાઈલ જાળવી રાખે છે. મલાઈકાની ફિટ બોડી જોઈને મહિલાઓ તેની પાસેથી પ્રેરણા લે છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર મોર્નિંગ વોક માટે નીકળે છે. મલાઈકા અરોરાના મોઢાની ચમક સવારમાં પણ જોરદાર ચમકતી હોય છે. બાંદ્રાની ગલીઓમાં મલાઈકાની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

મલાઈકા પોતાની ફિટનેસ કે સુંદરતામાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતી. એવામાં હાલામાં જ મલાઈકાએ ફેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટ લીધી છે. આ સમયે મલાઈકાએ મિરર સેલ્ફી ક્લિક કરી છે જે સોશિયલ મીડિયા પર સામે આવી છે.તસ્વીરમાં જોઈ શકાય છે કે મલાઇકાના ચહેરા પર કાગળ જેવો પદાર્થ ચીપકેલો છે અને મિરરની સામે સેલ્ફી લઇ રહી છે,

આ સમયે મલાઈકાએ વ્હાઇટ બ્રાલેટ સાથે વ્હાઇટ જેકેટ અને શોર્ટ પહેર્યું છે. મલાઈકાએ બ્યુટી ટ્રીટમેન્ટ પછીની પણ તસવીર શેર કરી છે જેમાં તેણે માત્ર બ્રાલેટ અને શોર્ટ્સ પહેર્યું છે.મીરર સેલ્ફીમાં મલાઈકાની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina