Malaika Arora At Airport: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવાર નવાર તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને બોલ્ડનેસ માટે જાણિતી છે. મલાઇકા લગભગ દરરોજ પેપરાજીના કેમેરામાં કેદ થાય છે. ત્યારે હાલમાં જ શુક્રવારે મલાઇકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં મલાઈકા ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.
મલાઈકાએ આ દરમિયાન બ્લુ ડેનિમ જીન્સ સાથે સફેદ ક્રોપ ટોપ પહેર્યું હતુ અને આ સાથે બ્લૂ એન્ડ વ્હાઇટ ઓવર સાઇઝ શર્ટ ઓપન લુકમાં કેરી કર્યો હતો. મલાઈકાનો આ લુક અદભૂત લાગી રહ્યો છે. આ દરમિયાન 49 વર્ષિય અભિનેત્રી તેના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મલાઈકાની ફિટનેસ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ગોર્જિયસ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ફેવરેટ’. તો એક અન્યએ લખ્યું, ‘તે ખૂબ જ સુંદર છે’.
જો કે, આ દરમિયાન એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ-છેલ્લી વખતે પણ આ જ શર્ટ પહેરી આવી હતી. મલાઈકા અરોરાએ આ દરમિયાન પેપરાજીને નિરાશ નહોતા કર્યા અને પોઝ આપ્યા હતા. મલાઈકા કારમાંથી નીચે ઉતરી ત્યારથી લઈને એરપોર્ટની અંદર ગઇ ત્યાં સુધી પેપરાજી તેની તસવીરો ક્લિક કરતા રહ્યા હતા. મલાઇકાએ આ લુક સાથે સફેદ સ્નીકર્સ પહેર્યા હતા અને તેના હાથમાં સોનેરી ઘડિયાળ સાથે લાલ નેલ પેઈન્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ સાથે મલાઈકા બ્લેક સનગ્લાસ પહેરેલી જોવા મળી હતી. આ સિવાય લાઇટ પિંક કલરની લિપસ્ટિક તેના સિમ્પલ લુકને કોમ્પ્લિમેન્ટ કરતી હતી. જણાવી દઈએ કે નેશનલ ડાયનેમિક એવોર્ડ્સમાં મુખ્ય અતિથિ તરીકે મલાઈકા જયપુર પહોંચશે અને જયપુરવાસીઓને સન્માનિત કરશે. આ કાર્યક્રમમાં સુનીલ શેટ્ટી પણ હાજર રહેવાના અહેવાલ છે.
મલાઈકા અરોરા છેલ્લે તેના OTT ડેબ્યૂ રિયાલિટી શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં જોવા મળી હતી. ચાહકોને પણ આ શો ઘણો પસંદ આવ્યો હતો. આ સિવાય તેનું ગુરુ રંધાવા સાથે ગીત ‘તેરા કી ખયાલ’ રીલિઝ થયુ હતુ, જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતાપમાં જોવા મળી હતી. તેના અંગત જીવનની વાત કરીએ તો તેણે અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંનેના 2017માં છૂટાછેડા થઈ ગયા હતા.
મલાઇકા અને અરબાઝ એક દીકરા અરહાન ખાનના પેરેન્ટ્સ છે. મલાઇકા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે 2019થી રિલેશનશિપમાં છે. ત્યાં એવા અહેવાલ છે કે અરબાઝ ખાન ઇટાલિયન મોડલ-એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.
View this post on Instagram