બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા કોઈને કોઈ મામલે ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા કયારેક તેના અને અર્જુન કપૂરના સંબંધને લઈને તો કયારેક તેની જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે.
મલાઈકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. મલાઈકા 44ની ઉંમરે પણ ફિટનેસ મામલે ટક્કર આપે છે.
View this post on Instagram
મલાઈકા તેની ફિટનેસને લઈને વધુ સજાગ રહે છે. મલાઈકા દરરોજ જીમમાં પરસેવો પાડતી નજરે ચડે છે. મલાઈકા વર્કઆઉટની સાથે-સાથે ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે.
View this post on Instagram
મલાઈકાએ 44ની ઉંમરે પણ તેની ફિટનેસને જબરદસ્ત મેઇન્ટેન કર્યું છે. હાલમાં જ મલાઈકા અરોરાની જિમ લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. મલાઈકાની આ તસ્વીરમાં તે વર્કઆઉટ કરતી જતી રહેતી હોય છે. મલાઈકાની એક તસ્વીર લેવા ફોટોગ્રાફર રાહ જોતા હોય છે. થોડા સમય પહેલાનું ફોટોશૂટ પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. મલાઈકા તેના ફેન્સ સાથે તેના વર્કઆઉટના વિડીયો અને તસ્વીર શેર કરતી રહે છે. મલાઈકા તેના વિડીયો દ્વારા લોકોને ફિટનેસ મામલે ઘણી પ્રેરિત કરે છે.
જણાવી દઈએ કે, મલાઈકા અરોરા બૉલીવુડ ફિલ્મોમાં ધમાકેદાર આઈટમ સોન્ગ માટે જાણવામાં આવે છે. મલાઈકાએ શાહરુખ સાથેનું ગીત’ છૈયા-છૈયાથી ચર્ચામાં આવી હતી. મલાઈકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આજકાલ એમટીવી પર આવનારો શો ‘સુપર મોડેલ ઓફ ધ યર’ને જજ કરી રહી છે. આ શોમાં મલાઈકાનો અંદાજ જોવા લાયક છે. બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથેલી રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. બંનેએ તેના સંબંધને લોકો સામે સ્વીકારી લીધા છે.
મલાઈકા અને અર્જુન હજુ સુધી લગ્નને લઈને કોઈ વાત નથી કરી. મલાઈકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો તે અને અર્જુન લગ્ન કરશે તો આ બાબતે લોકોને જરૂરથી જાણ કરશે.
View this post on Instagram