મલાઇકા અરોરાએ પહેર્યા અધધ લાખ રૂપિયાના શોર્ટ્સ, જેકેટની કિંમત સાંભળીને રુંવાટા ઉભા થઇ જશે તે પાક્કું

બોલિવૂડની સુપર હોટ અભિનેત્રી મલાઈકા અરોરા ફિટનેસ ફ્રીક છે. તેની ઉંમરનો અંદાજ લગાવવો તેની સ્કીન અને ફિટનેસ પરથી ખૂબ મુશ્કેલ છે. તેની ફેન ફોલોઈંગ ઘણી મજબૂત છે. ચાહકોને મલાઈકાની દરેક સ્ટાઈલ ગમે છે અને તેના ફોટા અને વીડિયો પર ઘણો પ્રેમ વરસાવે છે. ફેન્સ મલાઈકાના સ્ટાઈલ સ્ટેટમેન્ટની ખૂબ પ્રશંસા કરે છે અને તેને ફોલો કરે છે.

મલાઈકા જ્યારે પણ સ્પોટ થાય છે ત્યારે તેના ફોટા અને વીડિયો વાયરલ થઈ જાય છે. ત્યારે ફરી એકવાર મલાઈકાના લેટેસ્ટ ફોટોઝ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને આ વખતે તેનું કારણ પણ તેના કપડાની કિંમત છે. સેલેબ્સ મોટાભાગે મોંઘી બ્રાન્ડના કપડાં અને એસેસરીઝનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં મલાઈકા અરોરા ગુચીના કપડામાં જોવા મળી હતી.

ફોટા અને વીડિયોમાં મલાઈકા ગુચીની શોર્ટ્સ અને જેકેટ પહેરેલી જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાએ Gucci GG સુપ્રીમ પ્રિન્ટ સિલ્ક શોર્ટ્સ પહેર્યા છે, જેની કિંમત લગભગ 1 લાખ સાત હજાર રૂપિયા છે. બીજી તરફ, મલાઈકાના Gucci GG સુપ્રીમ પ્રિન્ટ સિલ્ક જેકેટની કિંમત લગભગ 1,35,000 રૂપિયા છે. એટલે કે મલાઈકાએ લગભગ 2.40 લાખ રૂપિયાના કપડા પહેર્યા છે.

જણાવી દઇએ કે 2 એપ્રિલે મલાઈકા અરોરા પુણેમાં એક ફેશન શોમાંથી પરત ફરી રહી હતી અને ત્યારે જ મુંબઈ-પુણે હાઈવે પર તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતમાંથી સાજા થયા બાદ મલાઈકાએ મિડ ડેને કહ્યું હતું કે, ‘શારીરક રીતે હું સ્વસ્થ થઈ રહી છું પરંતુ માનસિક રીતે મને લાગે છે કે તે સંપૂર્ણ રીતે સમાપ્ત થતું નથી.

ક્યારેક જો હું એવી ફિલ્મ જોઉં કે જેમાં અકસ્માત કે લોહી બતાવવામાં આવ્યું હોય તો મારી યાદો ફરી આવે છે અને મારી કરોડરજ્જુ ધ્રૂજવા લાગે છે. મારે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જેથી કરીને હું આમાંથી પસાર થઈ શકું. મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને બંને વચ્ચે લગભગ 12 વર્ષનું અંતર છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ વિશે હેલોને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ કહ્યું હતું કે, ‘છૂટાછેડા કે બ્રેકઅપ પછી પણ મહિલાઓની લાઈફ હોય તે ખૂબ જ જરૂરી છે. મહિલાઓના સંબંધો વિશે લોકોની વિચારસરણી ખૂબ જ નારી વિરોધી રહી છે. પોતાનાથી નાના છોકરાઓને ડેટ કરવું મહિલાઓ માટે કલંક માનવામાં આવે છે. મલાઈકા અરોરાએ કહ્યું કે મહિલાઓને છૂટાછેડા કે બ્રેકઅપ પછી પણ જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ.

Shah Jina