રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી નીકળતા પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ હતી મલાઇકા અરોરા, પછી થયું એ જબરું છે- જાણો

બોલવુડની છૈયા છૈયા ગર્લ અને અભિનેત્રી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. તે તેની બોલ્ડ શૈલી માટે જાણિતી છે.

મલાઇકા આમ તો પોતાની પર્સનલ લાઇફને લઇને વધારે વાત કરવાનું પસંદ નથી કરતી પણ એકવાર તેણે પોતે સોશિયલ મીડિયા પર તેના ઉપ્સ મોમેન્ટનો એક કિસ્સો શેર કર્યો હતો.

મલાઇકા અરોરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા જણાવ્યુ કે એકવાર તેણે રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી નીકળતા સમયે એવી ભૂલ કરી દીધી હતી કે જેને યાદ કરી તે આજે પણ હસી પડે છે. મલાઇકાએ તેની ફની મોમેન્ટ અને ઉપ્સ મોમેન્ટની પોસ્ટ શેર કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જણાવ્યુ હતુ કે જ્યારે કોરોનાનો ખોફ હદથી વધારે વધી ગયો હતો,

તે દરમિયાન તે એક રેસ્ટોરન્ટમાં ગઇ હતી અને ત્યાં વોશરૂમથી નીકળતા સમયે તે તેનું પેન્ટ ઉપર ચઢાવવાનું ભૂલી ગઇ હતી. આ મામલે એ દિવસોનો છે જ્યારે કોરોનાએ લોકોને ખરાબ રીતે ડરાવ્યા હતા. ફેસ માસ્કથી લઇને વારંવાર હાથ ધોવા સુધી બધાએ પૂરી રીતે સતર્કતા વર્તવાની શરૂ કરી દીધી હતી. મલાઇકાએ ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યુ હતુ કે, તે એક રેસ્ટોરન્ટમાં ગઇ હતી,

જ્યાં તેણે વોશરૂમમાં કોણીથી દરવાજો ખોલ્યો અને પગથી ટોયલેટ સીટ ઉઠાવી પછી તેણે ટિશ્યુની મદદથી પાણીનો ઉપયોગ કર્યો. તે બાદ તેણે હાથ ધોયા અને પાછી બહાર આવી ગઇ. ત્યારે તેને અહેસાસ થયો કે તે તેનું પેન્ટ ચઢાવવાનું ભૂલી ગઇ છે.

મલાઇકાએ ચાહકો સાથે આ વાત શેર કરતા જણાવ્યુ કે, તે સમયે તે હદથી વધારે શર્મિંદગી મહેસૂસ કરી રહી હતી. મલાઇકાની આ ફની મિસ્ટેક પછી નેટીજન્સે તેની ખૂબ મજા લીધી હતી.

જણાવી દઇએ કે, મલાઇકા અરોરા તેની ફેશન સેંસ અને ફિટનેસ રુટીન માટે ચર્ચામાં રહે છે. મલાઇકાને દરરોજ જીમ કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. આ સિવાય તે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

Shah Jina