‘ઝલક દિખલા જા 11’ની પાર્ટીમાં મલાઇકા અરોરાએ લગાવ્યા કંટેસ્ટેંટ્સ સાથે જોરદાર ઠુમકા, વાયરલ થયો અનસીન વીડિયો

ઝલક દિખલા જા 11ની ગ્રેંડ પાર્ટીમાં મલાઇકા અરોરાએ કર્યો જોરદાર ડાંસ, અરશદ વારસી, શોએબ મલિક અને અંકિતા-વિકી પણ મળ્યા જોવા- જુઓ વીડિયો

‘ઝલક દિખલા જા 11’ હવે ખતમ થવાના આરે છે અને આ પહેલા બિહારની મનીષા રાની વિનર બનશે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. મનીષાની ટ્રોફી સાથેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ રહી છે. ત્યારે ‘ઝલક દિખલા જા 11’ની ગ્રેંડ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અંકિતા લોખંડે, વિકી જૈન, મનીષા રાની, શોએબ ઈબ્રાહિમ જોવા મળી રહ્યા છે.

આ પાર્ટીમાં મલાઈકા અરોરાએ જે ડાન્સ કર્યો હતો તેની ઘણી ચર્ચા થઇ રહી છે. મલાઇકાની સિઝલિંગ સ્ટાઈલ જોવાલાયક છે. પાર્ટીમાં સ્ટાર્સ હોવા છતાં બધાની નજર મલાઈકા અરોરા પર ટકેલી હતી. મલાઈકાએ બ્લેક બ્રેલેટ સાથે વાઈડ લેગ પેન્ટ પહેર્યુ હતુ અને આ લુકમાં તે હંમેશની જેમ ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી હતી. તેણે છૈયા-છૈયા ગીત પર ડાન્સ કરીને લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા.

શોએબ ઈબ્રાહિમ ડાન્સમાં મલાઈકાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પાર્ટીમાં અરશદ વારસી પણ આંખ મારે ગીત પર ફની અંદાજમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં શોના જજ, કંટેસ્ટેંટ્સ અને હોસ્ટ બધા જ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ટીવીના લોકપ્રિય કપલ અંકિતા લોખંડે અને વિકી જૈન પણ જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે ‘ઝલક દિખલા જા 11’નો ગ્રાન્ડ ફિનાલે આજે એટલે કે 2 માર્ચ 2024ના રોજ ટેલિકાસ્ટ થશે. ટોપ 5 મનીષા રાની, શોએબ ઈબ્રાહિમ, અદ્રિજા સિંહા, ધનશ્રી વર્મા અને શ્રીરામ ચંદ્ર વચ્ચે ટ્રોફી માટે જંગ ખેલાશે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

Shah Jina