મલાઈકા અરોરાનો સામે આવ્યો એવો કાતિલ લુક કે જોઈને જ ચાહકો થઇ ગયા ઘાયલ, જુઓ વાયરલ તસવીરો

૪૭ વર્ષની ઉંમરે પણ જોરદાર ફિગર દેખાડી રહી છે મલાઈકા, જુઓ તસવીરો

પોતાની ફિટેનસ અને હોટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરવાની એક ક્ષણ પણ ફોટોગ્રાફરો ચુકતા નથી.

મલાઈકાના બિલ્ડિંગની અને જિમની બહાર ફોટોગ્રાફર હંમેશા હાજર હોય છે અને મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરે છે, મલાઈકા પણ કેમેરામેનને પોઝ આપવામાં સહેજ પણ પાછી નથી પડતી.

ત્યારે આ દરમિયાન જ મલાઈકાનો એક કાતિલ લુક સામે આવ્યો છે. જે જોઈને તેના ચાહકો પણ દીવાના બની રહ્યા છે.

મલાઈકા ક્યારેય પોતાના ફિટનેસ રૂટિનને મિસ નથી કરતી. વાત ભલે યોગા ક્લાસીસની હોય કે પછી જિમની. દર વખતે મલાઈકા એક નવા અંદાજમાં જોવા મળે છે.

એવું જ કંઈક ગઈકાલે જોવા મળ્યું, જયારે મલાઈકાને કમ્ફર્ટેબલ અને બોલ્ડ ક્લોથમાં સ્પોટ કરવામાં આવી.

પોતાના યોગા ક્લાસ માટે મલાઈકા રીબોકની એથલીજર બ્રાન્ડના હાઈ વેસ્ટ પિન્ક યોગા પેન્ટ્સની સાથે કટઆઉટ ડિટેલિંગ વળી સ્પોટ્ર્સ બ્રાને પસંદ કરી હતી. જે પેસ્ટલ પિન્ક જેવા પરફેક્ટ કલરના કોમ્બિનેશનમાં હતી.

મલાઈકાએ પોતાના લુકને કમ્પપ્લીટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો. જેની સાથે હાઈ બાણ બનાવ્યું હતું. એટલું જ નહીં કમરની વચ્ચે તેને સફેદ જેકેટ પણ બાંધ્યું હતું.

પોતાના આ પહેરવેશને સ્ટાઇલ એલિમેન્ટ સાથે જોડવા માટે મલાઈકાએ રીબોક બ્રાન્ડના જ સફેદ સ્લાઇડર્સ પહેર્યા હતા.જેની કિંમત લગભગ 2500 રૂપિયાની આસપાસ છે.

મલાઈકા બે દિવસ પહેલા જ પોતાની બહેન અમૃતા અરોડાની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. જ્યાંથી પણ તેનો શનદાર લુક જોવા મળ્યો હતો.

Niraj Patel