મનોરંજન

મલાઈકા અરોરા બહેનની સાથે ગોવામાં સેલિબ્રેટ કરી રહી છે ન્યુયર, જુઓ 10 PHOTOS

જ્યાં એક તરફ બોલિવૂડ સ્ટાર્સ નવા વર્ષની ઉજવણી માટે વિદેશ જવાનું પસંદ કરે છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા વર્ષ 2020નું સ્વાગત ગોવામાં તેના મિત્રો સાથે કરી રહી છે, તેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મલાઇકા તેની બહેન અમૃતા અરોરા અને કેટલાક મિત્રો સાથે ગોવામાં પાર્ટી કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઇકા અરોરાએ તેની બહેન અમૃતા અરોરા અને તેના પતિ શકીલ અને સાથે અન્ય મિત્રો સાથે ન્યુયર સેલિબ્રેશન માટે ગોવાની પસંદગી કરી હતી. તાજેતરમાં જ મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં અમૃતા અને મલાઈકા પોતાના મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. આ તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં તે પાર્ટીના મૂડમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Arora (@amuaroraofficial) on

અમૃતા અરોરાની આ પોસ્ટ પર ચાહકો ખૂબ જ રિએક્ટ અને કોમેન્ટ કરી રહ્યા છે. અમૃતા અરોરાના આ ફોટા પર ચાહકોની સાથે સેલિબ્રિટીઝ પણ ઘણી કોમેન્ટ કરી રહયા છે. આ ફોટોને શેર કરતાં અમૃતા અરોરાએ કેપ્શનમાં લખ્યું, ‘ગોવા ટાઇમ્સ.’ તસ્વીરમાં મલાઈકાના લુક વિશે વાત કરવામાં આવે તો તેણે બ્લેક કલરની બ્રાલેટ સાથે મેટાલિક પેન્ટ પહેર્યું છે. જેની સાથે તેણે અમેરિકન હેડગિયર પણ લગાવ્યું છે. આ લુકમાં મલાઈકા હોટ લાગી રહી છે. અમૃતાના લુકની વાત કરીએ તો તેણે બ્લેક કલરની ટોપ સાથે ડેનિમ હોટ પેન્ટ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Lover (@malla_nehalover) on

તાજેતરમાં જ, મલાઇકા અરોરાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ફિટનેસ ફ્રીક ડિવા મલાઇકા અરોરા તેના મિત્રો અમૃતા અરોરા અને સીમા ખાન સાથે હાઉસપાર્ટીમાં મસ્તીમાં નાચતા જોવા મળ્યા હતા. પાર્ટી દરમિયાનનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં લાલ ડ્રેસમાં મલાઈકા સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

એમ તો મલાઈકા સારી રીતે જાણે જ છે કે ક્યારે કયા લૂકમાં છવાઈ જવાનું છે, પછી એ જિમ લૂક હોય કે રેડ કાર્પેટ લૂક. બીજી તરફ મલાઈકા બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચાઓમાં રહે છે. જો કે બંનેએ સાર્વજનિક રીતે પોતાના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.