બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે આત્મહત્યા કરી લીધી હતી. આ ખબર વાયુવેગે ફેલાઈ ગઈ હતી. આ ઘટનાથી મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર અભિનેત્રી મલાઈકાના પિતાએ બુધવારે સવારે 9:00 વાગ્યા આસપાસ બાંદ્રા સ્થિત તેમના ફ્લેટની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.
મલાઈકા અને અરબાઝના પુત્ર અરહાન ખાન પણ નાનાના મૃત્યુથી આઘાતમાં દેખાયા. અરહાનનો ઉદાસ ચહેરો તેમનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. દુઃખમાં હોવા છતાં તે તેની માતાને હિંમત આપતો દેખાયો. અરહાન સવારથી લઈને મોડી રાત સુધી તેની માતા સાથે રહ્યો.
મુશ્કેલ સમયમાં અરહાને માતાનો સહારો બનીને બતાવી દીધું કે તે ભલે ઉંમરમાં નાનો હોય, પરંતુ માનસિક રીતે ખૂબ મોટો થઈ ગયો છે. ગઈકાલે મલાઈકા અરોરા અને તેના આખા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મલાઈકાના પિતા અનિલએ દુનિયાને અલવિદા કહી દીધું છે. બુધવારે (૧૧ સપ્ટેમ્બર) તેમણે કથિત રીતે તેમના ઘર આયેશા મનોરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને પ્રાથમિક તપાસ બાદ તેને આત્મહત્યાનો મામલો ગણાવી રહી છે. અનિલના અંતિમ સંસ્કાર આજે થશે. સાંતાક્રુઝના હિંદુ સ્મશાન ભૂમિમાં સંપૂર્ણ વિધિ સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે જીવનનો અંત લાવતા પહેલા અનિલએ તેમની દીકરીઓ સાથે વાત કરી હતી અને તેમને કેટલાક દર્દનાક શબ્દો કહ્યા હતા.
એક્ટ્રેસે ભારે હૃદય સાથે તેના પિતાના નામે એક પોસ્ટ શેર કરી છે. ‘આજતક’ના એક રિપોર્ટ મુજબ, આત્મહત્યા કરતા પહેલા અનિલે સવારે જ તેની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. અનિલે તેની બંને દીકરીઓને કહ્યું કે તે બીમારીથી હેરાન છે. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું બીમાર છું અને હવે થાકી ગયો છું…’ કહેવામાં આવી રહ્યું છે કે તે સિગારેટ પીવાના બહાને બાલ્કનીમાં આવ્યા હતા અને છઠ્ઠા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો.