મલાઇકા અરોરાની મોર્નિંગ કોકટેલ છે બેસ્ટ ઇમ્યુનિટી બુસ્ટર, તમે પણ એકવાર ટ્રાય કરો
ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના મામલાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના વધતા દર્દીઓની સંખ્યાએ દેશવાસીઓની પણ ચિંતા વધારી દીધી છે. 45 વર્ષ કરતા વધુ ઉંમરના લોકો વેક્સીન પણ લઈ રહ્યા છે, પરંતુ સંક્રમણનું જોખમ તેમને પણ છે. એવામાં તેનાથી બચવા માટે લોકોએ માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. સાથે જ લોકોએ પોતાની રોગ પ્રતિકારક ક્ષમતાને વધુ મજબૂત બનાવવી જોઈએ.
ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. ફળ-શાકભાજી, જ્યુસ, ઉકાળો સહિત પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી હેલ્થ ડ્રિંકની રેસીપી જણાવી હતી. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યુ હતુ કે, મોર્નિંગ કોકટેલ, હળદર, આદુ, એસીવી (સફરજનનો સિરકો).
એક ગ્લાસ પાણીને ગરમ કરી લો. હવે તેમાં 1 ચમચી એપલ સિડર વિનેગર અને એટલી જ માત્રામાં લીંબુનો રસ લો. હવે તેમાં થોડી માત્રામાં આદુ અને આશરે 1/4 ચમચી હળદર મિક્સ કરો. સાથે જ અડધી ચમચી મધ અને ચપટી તજનો ભૂકો નાંખો. હવે કોઈ જારમાં આ મિશ્રણને ભરીને તમામ વસ્તુઓને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો અને પછી તેનું સેવન કરો.
આ ડ્રિંક ઇમ્યુનિટી વધારે છે, તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. આ ડ્રિંકમાં ઘણા પ્રકારના મસાલા હોય છે, જે ઈમ્યૂનિટીને સ્ટ્રોંગ બનાવે છે. ડ્રિંકમાં રહેલું મધ, સફરજનનો સિરકો, લીંબુ અને આદુને પણ ઈમ્યૂનિટી બૂસ્ટિંગ ફૂડ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. સફરજનના સિરકામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેશન ગુણો હોય છે, જે સોજા અને સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, મધ ગળાની ખરાશની તકલીફને પણ દૂર કરે છે.