વાળ સંવારતી મલાઇકા અરોરા કંઇક આ સ્ટાઇલમાં યોગા ક્લાસ બહાર થઇ સ્પોટ
મલાઇકા અરોરાને બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. મલાઇકા તેની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેને અવાર-નવાર યોગા ક્લાસ, જિમ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે.

હાલમાં જ મલાઇકા અરોરા યોગા ક્લાસ બહાર સ્પોટ થઇ હતી. તેને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ખૂબ જ કંફર્ટેબલ અને ચિલ આઉટ કરતી નજરે પડી હતી.

મલાઇકાએ આ દરમિયાન બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશન કેરી કર્યુ હતું. તેણે હાઇ વેસ્ટના ઓફ વ્હાઇટ કલરના શોર્ટસ પહેર્યા હતા અને તેણે આ સાથે બ્લેક કલરનું Reebokનું ટોપ પહેર્યું હતું.

મલાઇકા અરોરા અવાર-નવાર પેપરાજીના કેમેરામાં કેદ થતી હોય છે. તેણે આ સમયે મેકઅપ કર્યો ન હતો અને તેના વાળ પણ ખુલ્લા હતા. તે તેના વાળને સંભાળતી નજરે પડી હતી.

મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે. જેમાં તેનો ગ્લેમરસ લુક જોઇ શકાય છે.

મલાઇકા અરોરાએ તેની થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઇકા તેની સ્ટાઇલ અને તેની હોટ અદાઓથી ચાહકોનું દિલ જીતી લે છે. મલાઇકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી બોલ્ડ તસવીરો પણ શેર કરી છે.
View this post on Instagram
હાલમાં જ મલાઇકા અરોરાનો નોરા ફતેહી અને ટેરેન્સ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. નોરા અને મલાઇકા એ અભિનેત્રીઓ છે જેના ડાન્સિંગ અને ખૂબસુરતીની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો તેમાં તેઓ ‘બેંગ બેંગ’ ગીત પર ડાન્સ કરતા નજરે પડ્યા હતા. તમે પણ જુઓ આ વીડિયો