દીકરાને લઈને મુંબઈના રસ્તાઓ ઉપર ફરતી જોવા મળી મલાઈકા અરોરા, તેમનો દિલકશ અંદાજ જોઈને તમે પણ હોશ ખોઈ બેસસો

અભિનેત્રી મલાઈકા અરોરાને બોલીવુડની ફિટનેસ ક્વિન માનવામાં આવે છે. તે અવાર નવાર જિમ અને યોગા ક્લાસની બહાર અને વૉક કરવા દરમિયાન સ્પોટ થતી હોય છે. ત્યારે હાલમાં મલાઈકા તેના દીકરા અરહાન સાથે વૉક કરતી બાંદ્રાના રસ્તાઓ ઉપર સ્પોટ થઇ હતી, જેમાં મા-દીકરાનો અંદાજ જોવા લાયક હતો.

મલાઈકા પોતાના દીકરા અરહાન સાથે મોર્નિંગ વૉક કરવા માટે નીકળી હતી, તે દરમિયાન તેની ઘણી તસવીરો ત્યાં હાજર રહેલા પેપેરાજી દ્વારા ક્લિક કરવામાં આવી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

મલાઈકા અરોરા તેના પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ તેના દીકરા અરહાન સાથે એકલી જ રહે છે. આ દરમિયાન મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે તો અરબાઝ જોર્જિયા સાથે રિલેશન શીપમાં હોવાની ખબરો સોશિયલ મીડિયામાં ચાલે છે.

તમને જણાવી દઈએ કે રવિવારે મલાઈકા તેના પરિવાર સાથે રીયુનિયન ઉપર તેના અરબાઝ ખાન સાથે મળી હતી. આ દરમિયાન મલાઈકા સાથે તેના મમ્મી પપ્પા, બહેન અમૃતા, અને દીકરો અરહાન પણ સાથે હતો.

મલાઈકા દીકરા અરહાન સાથેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ તેને તેના ડોગી કેસ્પર સાથે અરહાનની તસ્વીર શેર કરી હતી, જેની સાથે તેને લખ્યું હતું, “મારો પ્રેમ, મારી જિંદગી, મારુ બધું જ !”

હાલમાં ચાહકો મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ મલાઈકા કે અર્જુન તરફથી તેમના લગ્નને લઈને કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ બંનેએ પોતાના સંબંધોને જાહેર કરી દીધા છે. મલાઈકાનો દીકરો અરહાન પણ તેમના આ સંબંધોથી ખુશ નજર આવે છે.

Niraj Patel