મનોરંજન

કોરોનાના કહેર વચ્ચે પોતાના ડોગીને લઈ ફરવા માટે નીકળી મલાઈકા અરોરા, તેનો હોટ અંદાજ જોઈને આંખો પહોળી થઇ જશે

આવી મહામારીમાં મલાઈકા બહાર નીકળતા ફેન્સ ચિંતામાં, બોલ્યા પ્લીઝ ઘરે આરામ કર- જુઓ ક્યૂટ તસવીરો

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે મહારાષ્ટ્રની અંદર હાલ કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ઘરની બહાર આવવા જવાનું પણ બંધ છે. તો ફિલ્મો અને ટીવી ધારાવાહિકોના શૂટિંગ અટકી જવાના કારણે સ્ટાર્સ પણ પોતાના ઘરે જ રહેવા ઉપર મજબુર છે.

પરંતુ આ બધા વચ્ચે બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરાની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના ડોગીને લઈને રસ્તા ઉપર ફરતી નજર આવી હતી.

આ પહેલીવાર નથી, કોરોનાના વધતા કેસોની વચ્ચે મલાઈકા હવે રોજ પોતાના ડોગને લઈને વૉક ઉપર નીકળતી જોવા મળી રહી છે. જેના કારણે ઘણીવાર તેને ટ્રોલર્સના નિશાનાનો સામનો પણ કરવો પડે છે.

પરંતુ મલાઈકા આવી કોઈ બાબતો ઉપર ધ્યાન નથી આપતી. અને આજ કારણે છે કે તે પોતાના ડોગીને લઈને બહાર ફરવા માટે નીકળી પડી હતી.

મલાઈકાની આ દરમિયાનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોએમ તેનો હોટ અંદાજ પણ નજર આવી રહ્યો છે.

મલાઈકાએ ડોગી સાથેના વૉક દરમિયાન બ્લુ રંગનું ફ્રોક પહેર્યું હતું. તેને કોરોનાથી બચવા માટે માસ્ક પણ પહેર્યું હતું. તેના આ હોટ અંદાજના ચાહકો પણ દીવાના બની ગયા હતા.

મલાઈકા ગયા વર્ષે કોરોના સંક્રમણનો શિકાર બની હતી. તે પોતાની ફિટનેસની ખુબ જ કાળજી રાખે છે. 47 વર્ષની ઉંમરમાં પણ તે ખુબ જ યંગ દેખાય છે.

આ ઉપરાંત મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તે બંને એક બીજા સાથે રિલેશનમાં છે, હવે ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.