મનોરંજન

અર્જુનના જન્મદિવસ પર મલાઈકાએ શેર કરી જોરદાર રોમેન્ટિક તસવીરો, મલાઈકા અર્જુનની બાહોમાં…ઉફ્ફ્ફ જુઓ ફોટોસ

મલાઇકા અરોરાએ પોતાનાથી ૧૧ વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે કર્યો ગજબ રોમાન્સ, જુઓ

આજે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરનો 36મો જન્મદિવસ છે. પરિવારના સભ્યોથી લઇને બોલિવુડ સેલેબ્સ પણ અર્જુનને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. એવામાં હવે તેની ગર્લફ્રેન્ડ અને બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે.

મલાઇકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી છે, જેમાં તે બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. મલાઇકાએ આ તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી બર્થ ડે માય સનશાઇન.

મલાઇકા અને અર્જુનની આ તસવીર ખૂબ જ પ્રેમાળ છે. ચાહકો પણ આ તસવીર પર પ્રેમ લૂટાવી રહ્યા છે. આ તસવીરમાં બંને કોઇ હિલ સ્ટેશન પર જોવા મળી રહ્યા છે. તસવીરમાં બંને કેઝયુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

અર્જુન કપૂરે ગઇકાલે રાત્રે મુંબઇની તાજ હોટલમાં મિત્રો સાથે પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં અર્જુનની બહેનો અંશુલા, જાહ્નવી અને ખુશી સહિત બોલિવુડના અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા.

અર્જુન અને મલાઇકા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે અને તે બંને એકબીજાના પરિવાર સાથે સમય વીતાવતા પણ અનેકવાર જોવા મળે છે. બંનેનો સંબંધ કોઇનાથી છૂપેલો નથી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લગભગ 4-5 વર્ષથી રિલેશનમાં છે. વર્ષ 2017માં સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે તલાક બાદ મલાઇકા અને અર્જુન સાથે છે. જો કે, આ પહેલા પણ તેમના અફેરને લઇને ઘણી વાતો થઇ છે. પરંતુ આ પર તેમણે કયારેય ખુલીને કંઇ જ કહ્યુ નથી.

મલાઇકા અને અર્જુનની ઉંમરમાં ઘણુ અંતર છે. મલાઇકા જયાં 47 વર્ષની છે, ત્યાં અર્જુન 36 વર્ષના છે. બંને વચ્ચે 11 વર્ષનું અંતર છે, પરંતુ આ વાતનો કયારેય તેમના પ્રેમ પર ફરક પડ્યો નથી. બંનેની એકબીજાને લઇને મેચ્યોરિટી સ્પષ્ટ દેખાય છે.

તમને જણાવી દઇએ કે, અર્જુન કપૂર પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે રિલેશનમાં હતો. તે સલમાનના ઘરે આવતો જતો રહેતો હતો. પરંતુ બાદમાં તેનો સંબંધ અર્પિતા સાથે તૂટી ગયો. પરંતુ તે બાદ પણ સલમાન ખાનની ફેમીલી સાથે ફેમિલિયર હતો. તેના ડેબ્યુ અને કરિયરના શરૂઆતી સમયમાં તે સલમાન ખાન સાથે એડવાઇસ પણ લેતો હતો. આ સિલસિલામાં તે સલમાનના ઘરે વિઝિટ કરતો રહેતો હતો.

આ દરમિયાન જ તેની મલાઇકા સાથે સારી બોન્ડિંગ થઇ ગઇ. રીપોર્ટ્સની માનીએ તો અર્જુન કપૂર મલાઇકાની ગર્લ ગેંગ કરીના અને અમૃતાના ક્લોઝ હતો અને સાથે વેકેશન પર પણ જવા લાગ્યો. આ દરમિયાન મલાઇકા સાથે હોતી અને બંને એકબીજાની નજીક આવી ગયા.

મલાઇકા અને અરબાઝના તલાક બાદ તે દીકરા અરહાન સાથે ફ્લેટ પર રહેવા લાગી. કહેવામાં આવે છે કે, મલાઇકા અને અર્જુનના રિલેશનને જોઇ લોકોને શક થવાનો શરૂ થયો હતો. અર્જુન આ ફ્લેટમાં મલાઇકાને મળવા માટે મોડી રાત્રે આવતો હતો.