ફરી એકવાર જોવા મળ્યો મલાઈકા અરોડાનો કંઈક અલગ અંદાજ, માત્ર શર્ટ પહેરીને બહેન અમૃતાના જન્મ દિવસની પાર્ટીમાં પહોંચી

ફક્ત શર્ટ પહેરીને ૪૭ વર્ષની મલાઈકા પાર્ટીમાં પહોંચી? ૭ તસ્વીરોમાં જોતા જ જ બૂમ પડી જશે.

મલાઈકા અરોડા 47 વર્ષની ઉંમરે પણ પોતાના આકર્ષક દેખાવના કારણે હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. મલાઈકાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. ખાસ કરીને મલાઈકા જિમ લુકમાં સ્પોટ થતી જોવા મળે છે, પરંતુ આ વખતે મલાઈકાનો એક અલગ જ અંદાજ ચાહકો સામે આવ્યો હતો.

મલાઈકાને તેના લુકના કારણે ઘણીવાર ટ્રોલ પણ થવું પડતું હોય છે. પરંતુ આવી કોઈ વાતની ચિંતા મલાઈકા કરતી નથી અને પોતાના બિન્દાસ લુક સાથે તે ફોટોગ્રાફરને પોઝ પણ આપવાનું ક્યારેય ચૂકતી નથી.

ત્યારે આ દરમિયાન જ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાના જન્મ દિવસ નિમિત્તે મલાઈકાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

31 જાન્યુઆરીના રોજ અમૃતા અરોડાનો જન્મ દિવસ હતો. તો બહેનને જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે મલાઈકા ખુબ જ હોટ અંદાજમાં પહોંચી હતી.

લુકની જો વાત કરવામાં આવે તો મલાઈકાએ આ દરમિયાન વ્હાઇટ શર્ટ પહેર્યું હતું.  આ ઉપરાંત તેને પોતાના લુકને વ્હાઇટ હાઈ ગમ બૂટ્સ દ્વારા કમ્પ્લીટ કર્યો હતો. મલાઈકાના આ નવા લુકને જોઈને ચાહકો પણ તેની પ્રસંશા કરી રહ્યા છે.

મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. મલાઈકાના અંગત જીવન વિશે જો વાત કરવામાં આવે તોતે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે બંને જલ્દી જ લગ્ન કરી શકે તેવી સંભાવના પણ છે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!